મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસ બાદ હવે મંત્રીની સાથે સેલ્ફી લેવી પણ થઈ મોંઘી

સેલ્ફી લેવાના 100 રુપિયા લેવાનુ જણાવતા કહ્યું સેલ્ફી લેવામાં ઘણો સમય ખરાબ થાય છે

મધ્યપ્રદેશના મંત્રી ઉષા ઠાકુરની સાથે સેલ્ફી લેવા પર 100 રુપિયા ચાર્જ લેવાની વાત કરી છે. મંત્રી ઠાકુરે જણાવ્યું કે સેલ્ફી લેવામાં ઘણો સમય ખરાબ થાય છે. સેલ્ફીને કારણે ઘણી વાર અમે મોડા પડીએ છીએ. હવેથી જે કોઈ પણ અમારી સાથે સેલ્ફી લેશે તેમણે 100 રુપિયા ચાર્જ ચુકવવો પડશે.

ખંડવા શહેરના પ્રવાસ દરમિયાન ઉષા ઠાકુરે સેલ્ફી અંગે અજીબ તર્ક આપ્યો. ઠાકુરે જણાવ્યું કે બુકેની જગ્યાએ બુક આપીને સન્માન કરો જેથી કરીને તે કોઈના કામમાં આવી શકે. ખંડવા ભાજપ કાર્યકરના સંબોધન દરમિયાન તેમણે આ વાત કરી હતી.

(12:00 am IST)