ઉત્તર અમેરિકાના ડેથવેલીમાં વિશ્વનું સૌથી વધુ તાપમાન
ડેથવેલીનું રાત્રે પણ તાપમાન ૩૦થી ૩૫ ડિગ્રી જેટલું રહે છે : ડેથવેલીનું દિવસનું તાપમાન ૪૬ થી ૪૮ જેટલું રહે છે કાળઝાળ ગરમી છતાં વરસાદ બે ઈંચ જેટલો પડે છે
ન્યૂયોર્ક, તા.૧૯ : ભારતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વરતાવી રહી છે પરંતુ દુનિયામાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ ઉત્તર અમેરિકામાં આવેલા ડેથવેલી નામના સ્થળે તા ૧૦ જુલાઇ ૨૦૧૩ માં ૫૬.૭ ડિગ્રી નોંધાયેલો જેના કારણે આજે પણ આ સ્થળ પૃથ્વી પરની સૌથી વધારે ગરમ માનવામાં આવે છે. ડેથવેલીનું વિક્રમજનક તાપમાન ડેથવેલીના ગ્રીનલેન્ડ રેંચ નામના સ્થળ પરથી માપવામાં આવ્યું હતું. ૨૦૧૩માં ૮ થી ૧૪ જુલાઇ ડેથવેલીના ઇતિહાસમાં સૌથી હોટેસ્ટ સ્પેલ રહેલો જેમાં સળંગ ત્રણ દિવસ ૧૩૦ ડીગ્રી ફેરનહિટ રહયું હતું.
ડેથવેલીનું રાત્રે પણ તાપમાન ૩૦થી ૩૫ ડિગ્રી જેટલું રહે છે. જયારે દિવસનું સરેરાશ તાપમાન ૪૬ થી ૪૮ જેટલું રહે છે આટ આટલી કાળઝાળ ગરમી છતાં વરસાદ ૨ ઉંચ જેટલો નહિંવત પડે છે. જો કે ૨૦૦૪માં ડેથવેલીમાં ૬.૪ ઇંચ જેટલો રેકોર્ડ તોડ વરસાદ પડતા પુર આવ્યું હતું. આથી જુદી જુદી પ્રજાતિઓના જીવજંતુઓનો પરિચય કરાવતા નેશનલપાર્કને ૯ દિવસ બંધ રાખવો પડયો હતો. ડેથવેલીની વિન્ટર અને સ્પ્રીગ ખુબજ ખૂશનુમા હોય છે.
ડેથવેલીનું ઊંચા તાપમાન માટે તેનો સેપ અને ઉંડાણ પણ જવાબદાર છે. અહીંના પથ્થરો ગરમ થઇને જયારે ગરમી વાતાવરણમાં પાછી ફેંકે ત્યારે ભઠીમાં શેકાવાનો અનુભવ થાય છે. બીજુ કે કેલિફોર્નિયામાં આવેલું આ સ્થળ દરિયાની સપાટીથી ૨૮૨ ફુટ નીચે છે.
જયારે એક હજાર ફુટે તાપમાનમાં ૩ થી ૫ ફેરનહિટનો ઘટાડો થાય છે. કેલિફોર્નિયામાં આવેલું ડેથવેલી રણ ઉત્તર અમેરિકામાં સૌથી ગરમ સ્થાનોમાં ગણાય છે. અહિંયા સતત ગરમ લૂ વાતી હોવાના લીધે જીવન જીવવું અઘરુ હોવાથી તેનું નામ ડેથવેલી પડયું છે.
જો કે વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે લિબિયાના રણ પ્રદેશમાં આવેલા અલ અજીજિઆ નામના સ્થળે ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૨ના રોજ દુનિયાનું સૌથી ઉંચુ તાપમાન ૫૮ ડિગ્રી નોંધાયું હતું. આ અંગેના રેકોર્ડ પણ મળતા હતા પરંતુ વર્લ્ડ મિટિરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશને એક અભ્યાસ કરીને થોડાક સમય પહેલા જ માન્ય ગણ્યું ન હતું,
કારણ કે એ વખતે તાપમાનને માપવા માટેના સાધનો, સગવડતા અને નોલેજ પણ ઓછું હતું. બીજુ કે આ સ્થળ રણમાં આવેલું હોવાથી તેના રેકોર્ડ જોઇને છેવટે આ સાચું નથી એમ જણાવતા ડેથ વેલી જ દુનિયામાં સૌથી હાઇએસ્ટ તાપમાન ધરાવે છે.