મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

ગ્રાફોલોજીથી સચોટ ભાવિ કથન શકયઃ પંડિત દિનેશજી

જયોતિષે માત્ર ગ્રહો નથી જોવાના તેની સ્‍ટ્રેન્‍થ પણ માપવી પડેઃ ઇષ્‍ટની કૃપા અને નિર્લેપ ભાવથી જ જયોતિષ કાર્ય શકય બનેઃ પંડિત દિનેશજીએ વરસાદ, ક્રિકેટ, રાજનીતિ વગેરે ક્ષેત્રોમાં સચોટ આગાહી કરી છે : ગ્રાફોલોજીના સર્જક ભારતના નામાંકિત જયોતિષ અને વિવિધ વિદ્યાના નિષ્‍ણાંત ‘અકિલા'ની મુલાકાતે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે ભારતના નામાંકિત જયોતીષ અને વિવિધ વિદ્યાઓના નિષ્‍ણાંત પંડિત દિનેશ દિનકરજી નજરે પડે છે. સાથે અગ્રણીઓ કનકસિંહ ચૌહાણ તથા નકુલ ગઢવી દર્શાય છે. પંડિતજીએ ‘અકિલા'ના વિવિધ વિભાગોની મુલાકાત કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૯: ભારતના નામાંકિત જયોતિષચાર્યજી પંડિત દિનેશ દિનકરજી ‘અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. તેઓ રાજસ્‍થાન પાલીના છે. ઇષ્‍ટકૃપા-સાધના દ્વારા તેઓએ વિવિધ વિદ્યામાં મહારત પ્રાપ્‍ત કરી છે.
પંડિતજીએ જણાવ્‍યું હતું કે, ગ્રાફોલોજી સૌથી પાવરફૂલ વિદ્યા છે, જેનાથી સચોટ ભવિષ્‍ય કથન શકય બને છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રાફોલોજી પધ્‍ધતિનું સંશોધન-સર્જન પંડિત દિનેશજીએ કર્યું છે. ગ્રાફોલોજીમાં જે તે વ્‍યકિતના હસ્‍તાક્ષર-સહી લેવામાં આવે છે, જેનો ઊંડો અભ્‍યાસ કરીને સચોટ કથન શકય બને છે આ વિરલ પધ્‍ધતિનો આવિષ્‍કાર ૧૯૮પની સાલમાં પંડિત દિનેશજીએ કર્યો હતો.
પંડિતજી કહે છે કે, સામાન્‍ય રીતે માણસ જયોતિષ પાસે  જાય ત્‍યારે વધીને ૧૦ થી ૧ર પ્રશ્‍નો પૂછે છે. ગ્રાફોલોજી વિદ્યાથી માણસના ૩૬ પ્રશ્‍નોના સચોટ જવાબ મળે છે, જેમાં ભુતકાળ-વર્તમાન અને ભવિષ્‍યના સવાલોનો સમાવેશ થાય છે.
તેઓએ કહ્યું હતું કે, માણસ ખુદના હસ્‍તાક્ષર લખે ત્‍યારે તેનો આંતરિક ફલો ગ્રાફ પર રજૂ થતો હોય છે. આ ફલોનો માઇક્રો સેકન્‍ડ પ્રમાણે ગણતરી કરીને તેના પરથી વ્‍યકિતનો સચોટ ભુતકાળ-વર્તમાન કાળ-ભવિષ્‍ય કાળ જાણી શકાય છે.
પંડિત દિનેશ દિનકરજી ગ્રાફોલોજી ઉપરાંત નેમોલોજીના પણ નિષ્‍ણાંત છે. નામમાં ફેરફાર કરીને વ્‍યકિતનું જીવન પરિવર્તન કરી શકાય છે તેઓ કહે છે કે, વ્‍યકિતને જે નામથી બોલાવવામાં આવે છે તેની સાથે ધ્‍વનિ વિજ્ઞાનથી માંડીને અક્ષર વિજ્ઞાન સુધીના વિજ્ઞાનો સંકળાયેલા હોય છે. નામમાં સામાન્‍ય ફ.ેરફાર કરીને જીવનમાં સુખદ બદલાવ લાવી શકાય છે.
અસંખ્‍ય અનુભવોના આધારે તેઓએ કહ્યું હતું કે, અડધા અક્ષરથી શરૂ થતા નામવાળી મહિલાનું જીવન સ્‍ટ્રગલવાળું જોવા મળે છે. ઉપરાંત જન્‍મની રાશિ અલગ હોય અને નામ અન્‍ય રાશિ પરથી હોય તો પણ તેની આડઅસર સંભવ બને છે. આવા અનેક દૃષ્‍ટિકોણથી નામમાં થોડો ફેરફાર કરવાથી સુખદ પરિણામ મળે છે.
આ ઉપરાંત પંડિત દિનેશ દિનકરજી અંકશાષા, ટેમોકાર્ડ વગેરેના પણ ગાઢ અભ્‍યાસુ છે, જયોતિષ શાષા તેઓએ આત્‍મસાત કર્યું છે. જયોતિષ વિદ્યા અંગે તેઓએ જણાવ્‍યું હતું કે, પૂરા અભ્‍યાસ કે ઇષ્‍ટકૃપા વગર જયોતિષનું કામ કરનારાઓએ આ શાષાને બદનામ કર્યું છે. જયોતિષ શાષા દિવ્‍ય છે, પરંતુ શ્રેષ્‍ઠતમ-જયોતિષીઓનો અભાવ છે.
જો કે, પંડિતજી સ્‍પષ્‍ટ કહે છે કે, માણસે ભાગ્‍યવીદી નહિં, પણ કર્મશીલ બનવું જોઇએ. જયોતિષ માત્ર માર્ગ દેખાડી શકે છે, એ માર્ગ પર વ્‍યકિતએ જ ચાલવું પડે છે.
જયોતિષીના લક્ષણો અંગે પંડિજીએ જણાવ્‍યું હતું કે, માત્ર ગ્રહો જ જોવાના નથી, ગ્રહોની સ્‍ટ્રેન્‍થ જોયા વગર જયોતિષ કથન કરવું યોગ્‍ય નથી. ઉપરાંત જયોતિષે-જાતક સમક્ષ નિર્લેપભાવથી બેસવું જોઇએ. જયોતિષ પર ઇષ્‍ટકૃપા સાધના અને નિષ્‍ઠા હોવા જોઇએ. મોટા ભાગના જયોતિષીઓ-જાતકને ભય દેખાડીને પૈસા પડાવવાનું કામ કરે છે. આવી વૃત્તિ યોગ્‍ય નથી.
જયોતિષીઓ પાસે જાતકે ભુતકાળ નહિ, ભવિષ્‍ય જાણવું જોઇએ. મોટા ભાગનાં જયોતિષીઓ ભુતકાળ દર્શાવીને જાતકને પ્રભાવિત કરે છે.
પંડિતજીએ કહ્યું હતું કે, ભારતમાં શ્રેષ્‍ઠતમ નિદાન કરનારાં માત્ર ર૦ જેટલાં જ જયોતિષીઓ છે જો કે તેઓ કહે છે કે, જયોતિષ ઘટના-દુર્ઘટનાને ટાળી ન શકે, પરંતુ તેને હળવી કરી શકે છે.
પંડિત દિનકરજી વિવિધ વિદ્યાઓ પર માસ્‍ટરી ધરાવે છે. તેઓએ અનેક સચોટ આગાહીઓ કરીને અનેક વખત દેશને દંગ કર્યો હતો. તેઓ હાલ સૌરાષ્‍ટ્ર પ્રવાસે છે.

દિનેશજી દિનકરના ૩૦ હજાર શિષ્‍યો
કે.સી. બોકાડિયાની ફિલ્‍મોના નામ દિનેશજીએ આપ્‍યાઃ સંસદ પરના હુમલાની   આગાહી મહિના પૂર્વે કરી હતીઃ ૯ ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યા છે

રાજકોટ તા. ૧૯ : ભારતના ગણનાપાત્ર જયોતિષચાર્યજી પંડિત દિનેશ દિનકરજી ગાફોલોજી, નેમોલોજી અંકશાષા વાસ્‍તુ શાષા વગેરેના નિષ્‍ણાંત છ.ે તેઓ હનુમાનજી મહારાજને ગુરૂ માને છે અને શનિ -શિંગણાપુરની સિધ્‍ધિઓ ધરાવે છ.ેદેશભરની વિવિધ ક્ષેત્રોની હસ્‍તીઓમાં લોકપ્રિય પંડિત દિનેશજી પર ઇષ્‍ટકૃપા અપાર છે. તેઓ સાધનાની ઉંડાઇ અને ચિંતનની ઉંચાઇ ધરાવે છે. તેઓનું શિષ્‍ય નેટવર્ક વિચાર છે. ભારતમાં ૩૦ હજાર શિષ્‍યો ધરાવે છ.ેપંડિતજી બેડમિંટન રમતના કોચ પણ છ.પંડિતજી વિવિધ અખબારોમાં કોલમ ચલાવતા હતા. ભારતના આજના ભવિષ્‍યની સચોટ આગાહી નામી અખબારોમાં પ્રકાશિત થતી હતી ક્રિકેટ મેચની સચોટ આગાહીઓ મેચના આગલા દિને  પ્રકાશિત થતી, આ આગાહીના આધારે સટ્ટો ખેલવા લાગતા બંધ કરવામાં આવી હતી. ફિલ્‍મ-ક્રિકેટ સ્‍ટાર્સમાં પણ પંડિતજી પ્રિય છ.ે અમિતાભના નામમાં ફેરફાર કરાવ્‍યો હતો કે.સી. બોકાડીયાની ફિલ્‍મોના નામ પંડિતજી નકકી કરતા હતા.પંડિતજીએ અટલજી, મોદીજી, સોનિયાજી વગેરે અંગે પણ સચોટ આગાહી કરી હતી સંસદ પરના હુમલાની આગાહી એક મહિના પૂર્વ કરી હતી.

પંડિતજીનો સંપર્ક-
રાજકોટ : જયોતિષાચાર્યજી તથા વિવિધ વિદ્યાઓના નિષ્‍ણાંત પંડિત દિનેશ દિનકરજીનો સંપર્ક-મો. ૯૮ર૯પ પપપ૭૯
finkar.numbers@gmail.com

 

(3:22 pm IST)