મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેના પડઘા : હવે મથુરાની કોર્ટે પણ શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ કેસની અરજી સ્વીકારી : દાવો ફગાવી દેવાનો સિવિલ કોર્ટનો નિર્ણય ડિસ્ટ્રિક્ટ જજ રાજેશ ભારતીએ રદ કર્યો : કેસ તેના મૂળ સીરીયલ નંબર પર પુનઃસ્થાપિત કરવા આદેશ આપ્યો

મથુરા : મથુરાની એક અદાલતે આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ કેસની અરજી સ્વીકારી છે, જેમાં અરજદારો શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનની માલિકી તેમજ ત્યાં બનેલી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરી રહ્યા છે.

ગુરુવારે, મથુરાની કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કૃષ્ણ જન્મભૂમિ જમીન પર બનેલી મથુરા શાહી ઇદગાહ મસ્જિદને તોડી પાડવાનો દાવો જાળવવા યોગ્ય છે.
ડિસ્ટ્રિક્ટ જજ રાજેશ ભારતીએ દાવો ફગાવી દેવાનો સિવિલ કોર્ટનો આદેશ રદ કર્યો હતો.

"વાદીનો દાવો કરવાનો અધિકાર પુનઃસ્થાપિત કરવામાં આવશે. કેસ તેના મૂળ સીરીયલ નંબર પર પુનઃસ્થાપિત કરવામાં આવશે તેવો કોર્ટે ચુકાદો આપ્યો હતો.

કોર્ટમાં દાખલ કરાયેલી અસંખ્ય અરજીઓમાંની એકમાં, અરજદારોએ કોર્ટને ટ્રસ્ટની જમીન પર બનેલી ઈદગાહને ગેરકાયદેસર જાહેર કરવા અને સમગ્ર જમીન ડી-ફેક્ટો માલિક ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનને સોંપવા જણાવ્યું હતું.

દરમિયાન, જ્ઞાનવાપી મસ્જિદ સર્વેક્ષણ વિવાદ વચ્ચે, મથુરાની એક સ્થાનિક અદાલત બુધવારે શાહી ઇદગાહ મસ્જિદની વિડિયોગ્રાફીની માંગ કરતી સમાન અરજીની સુનાવણી કરવા સંમત થઈ હતી.તેવું એલ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)