મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

જ્ઞાનવાપી કેસ :સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટનીકાર્યવાહી પર રોક લગાવી :કાલે થશે સુનાવણી

 નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કેસ મોકૂફ રાખવાની માગ કરી હતી. જૈને કહ્યું કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત ખરાબ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મામલો મુલતવી રાખવો જોઈએ. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની આ માગનો વિરોધ કર્યો. મુસ્લિમ પક્ષના વકીલ હુફૈઝા અહમદીએ મામલો સ્થગિત ન કરવાની માગ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની કાર્યવાહી પર આવતીકાલ શુક્રવાર સુધી રોક લગાવી દીધી છે. હવે આ મામલે શુક્રવારે સુનાવણી થશે.

 સુનાવણી દરમિયાન વકીલ વિષ્ણુ જૈને સુપ્રીમ કોર્ટને આ મામલે આવતીકાલ શુક્રવારે સુનાવણી કરવાનું કહ્યું, કારણ કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનને અસ્થમાનો અટેક આવ્યો છે. તેના પર મુસ્લિમ પક્ષે કહ્યું કે આજે અમારી સુનાવણી થવી જોઈએ. મુસ્લિમ પક્ષના વકીલ હુફૈઝા અહમદીએ કહ્યું કે દિવાલ તોડવા માટે નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

(12:42 pm IST)