મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 293

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

આશ્ચર્ય

‘‘જેકઇપણ સત્‍ય અને સુંદર છે તે હમેશા આヘર્યના સ્‍વરૂપમાં આવે છે તેથી આશ્ચર્યચકીત થવાની ક્ષમતા રાખો તે સૌથી મહાન આશીર્વાદ છે.''

એકવાર તમે આヘર્ય ચકીત થવાની ક્ષમતા ગુમાવી દેશો તો તમે મૃત થઇ જશો જો વસ્‍તુઓ તમને આヘર્યચકીત કરી શકે છે તો તમે જીવંત છો તે એક બાળકની જીવંતતા છે તેઓ એક સામાન્‍ય વૃક્ષ અથવા કુતરા અથવા બીલાડી અથવા પથ્‍થરથી આヘર્યચકીત થઇ જાય છે. જો તમને કોહીનુર એક હીરો શોધવાનું કહેવામાં આવે તો પણ તમે એટલા આヘર્યચકીત નહી થાવ જેટલુ બાળક એક પથ્‍થર શોધવાથી થશે કારણ કે બાળકમાં આヘર્યચકીત થવાની એટલી ક્ષમતા છે કે દરેક પથ્‍થર તેના માટે હીરો બની જાય છે. અને જો તમે આヘર્યચકીત નથી થઇ શકતા તો હીરો પણ તમારા માટે સામાન્‍ય પથ્‍થર બની જશે.

દરેક ક્ષણે બાળક બની રહો તમારી આર્યચકીત-થવાજ જેટલી ક્ષમતા છે તેટલા જીવનના અર્થ છ.ે

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:46 am IST)