મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

લ્‍યો બોલો ! કોવિડ કેર સેન્‍ટરમાંથી ૨૦ દર્દીઓ થયા ફરાર

પોલીસે તમામ ફરાર દર્દીઓ સામે મહામારી એક્‍ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો

દેહરાદુન,તા. ૧૯: ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં નરેન્‍દ્રનગરના એક માત્ર કોવિડ કેર સેન્‍ટરમાંથી ૨૦ દર્દીઓ ભાગી ગયા છે. દર્દીઓના ફરાર થયા બાદ પ્રશાસન અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગમાં દોડધામ મચી છે. અધિકારીઓએ રવિવાહેર જણાવ્‍યું કે શનિવારે મોડી સાંજથી રાજકિય સંયુક્‍ત ચિકિત્‍સાલય, નરેન્‍દ્રનગરમાંથી ફરાર થયેલા દર્દીઓની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.

પોલીસે તમામ ફરાર દર્દીઓ સામે આપત્તિ પ્રબંધન અને મહામારી એક્‍ટ અંતર્ગત કેસ નોંધ્‍યો છે. આ દર્દીઓમાં બે લોકો ઉત્તારાખંડના અને અન્‍ય ૧૮ લોકો બીજા રાજયના છે. દર્દીઓ ફરાર થયાની ખબર પડતા જ જિલ્લાધિકારી દ્યટનાસ્‍થળ પર પહોંચ્‍યા હતા. જેમણે પોલીસ અવે હોસ્‍પિટલના કર્મચારીઓ પાસેથી જાણકારી મેળવી.

આ કોવિડ સેન્‍ટરમાં કુલ ૩૮ દર્દીઓ દાખલ હતા. તેવામાં જયારે શનિવારે સાંજે ૮ વાગ્‍યે ડોકટર અને નર્સ દર્દીઓની દેખભાળ માટે વોર્ડમાં ગયા ત્‍યારે તેમને ૨૦ દર્દીઓ ફરાર થયાની ખબર પડી. આ દર્દીઓમાં બે ઉત્તરાખંડના, સાત, રાજસ્‍થાનના, ચાર ઓડિશાના, ચાર ઉત્તર પ્રદેશના અને ત્રણ હરિયાણાના હતા. ફરાર દર્દીઓની શોધમાં પોલીસે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્‍યું પણ તેમેને કોઇ ભાળ મળી નથી.

 

(10:46 am IST)