News of Tuesday, 19th January 2021
એક સાથે હજારો માછલીઓને પેટમાં પધરાવતી વ્હેલ માછલી:સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ
વીડિયોને જોતા એવુ લાગે છે કે, આ કોઈ માછલી નહીં, પણ પાણીમાં તરતુ જહાજ છે
નવી દિલ્હી : એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્હેલ માછલી અસંખ્ય માછલીઓનો શિકાર કરતી દેખાય છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક વિશાળકાય માછલી અસંખ્ય નાની નાની માછલીઓને એકદમ આરામથી પોતાના પેટમાં પધરાવી દે છે.
સોશિયલ મીડિયા વ્હેલ માછલીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને દૂરથી જોતા એવુ લાગે છે કે, આ કોઈ માછલી નહીં, પણ પાણીમાં તરતુ જહાજ છે. પણ નજીક જઈને જોતા ખ્યાલ આવે છે કે, આ વ્હેલ પોતાનું મો ખોલીને નાની નાની માછલીઓનો શિકાર કરે છે. હાલમાં આ વીડિયો વાયરલ થતાં લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયો ગલ્ફ ઓફ થાઈલેન્ડ છે.
(11:15 pm IST)