મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

એક મહિલા હાથી પાસે કરાવી રહી છે મસાજ

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

નવી દિલ્હી,તા.૧૯: સોશિયલ મીડિયા પર હાથી મસાજનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હાથીની મસાજ નહીં પણ હાથી દ્વારા વ્યકિતઓની મસાજ કરવામાં આવે છે. ભારી ભરખમ હાથી તમારા શરીર પર તેનો પગ મુકશે અને તમારા શરીરનો બધો થાક થઈ જશે છુમંતર. જુઓ આખરે કેવી રીતે થાય છે હાથી મસાજ.

હાલમાં જ સ્નેક મસાજનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બિનઝેરી સાપ દ્રારા લોકોની મસાજ કરવામાં આવતી હતી. પણ શું તમે કયારેય કોઈ હાથીને વ્યકિતઓની મસાજ કરતા જોયો છે?

હાથી મસાજનું નામ સાંભળતા જ જયાં ઘણા લોકો ગભરાય ગયા હશે કારણ કે જો ભારે ભરખમ હાથી કોઈ વ્યકિત પર પગ મુકે તો વ્યકિતની શું હાલત થાય. તો જો તમારા મનમાં પણ હાથી મસાજને લઈને ભય હોય તો ગભરાશો નહીં.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ટેબલ પર સુતી છે અને એક હાથી મહિલાના પગ,કમર અને માથા પર સુંઢથી તેની મસાજ કરે છે. અને હવે જુઓ આ હાથી તેનો પગ મહિલાના શરીર મુકી દે છે પણ તેમ છતાં મહિલાને હાથીનો પગ ભારે લાગતો નથી.

વીડિયોમાં તમે હાથીની સમજદારી પણ જોઈ શકો છો કે આ હાથીને ખબર છે કે શરીર પર કેટલા દબાણની જરુર છે. વીડિયોમાં મહિલા તો હાથી મસાજની મજા લઈ રહી છે સાથે સાથે હાથીને પણ મસાજ કરવામાં મજા આવી રહી છે. તો આ હાથી મસાજથી શું ફાયદો થાય છે તેની તો જાણકારી નથી પણ સોશિયલ મીડિયા પર હાથી મસાજને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.

કેટલાક લોકોને આ વીડિયો મજેદાર લાગી રહ્યો છે તો કેટલાક લોકો હાથી મસાજની આલોચના પણ કરી રહ્યા છે. વીડિયો થાઈલેન્ડનો હોવાનું મનાઈ રહ્યું છે.

(10:33 am IST)