News of Friday, 19th January 2018
મધ્ય પ્રદેશના ગવર્નરપદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની વરણી : ગુજરાતમાં પણ રાજ્યપાલ બદલાય એવી પુરી શકયતા : મધ્ય પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે નરેન્દ્રભાઈએ વ્યૂહાત્મક નિમણૂંક કર્યાની ચર્ચા...
રાજકોટ ;રાજ્યમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે હાલમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી પાસે મધ્યપ્રદેશનો વધારાનો ચાર્જ હતો.ત્યારે હવે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રહી ચૂકેલા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા છે.આનંદીબેન પટેલ રામનરેશ યાદવનું સ્થાન લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતના વરિષ્ઠ નેતા છે અને ગુજરાતના રાજકારણમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. વિધાનસભાની ચૂંટણી વખતે જ તેમને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવાની અટકળો ચાલતી હતી.આનંદબેન પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કરી પક્ષ તેમને જે જવાબદારી સોંપે તે નિભાવવા જણાવ્યું હતું.
(9:25 pm IST)