બોલીવુડ સેલ્ફી વિથ PM નેતન્યાહુ
મુંબઈ : ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની પત્નીનું મુંબઈની માયાનગરીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બોલીવુડની સિતારાઓનો આવો આવકાર જોઇને ગદગદિત થઈ ગયેલા શ્રી નેતન્યાહુએ જણાવ્યું હતું કે, "સમગ્ર દુનિયા બોલિવૂડને પ્રેમ કરે છે, ઇઝરાયેલ પણ કરે છે અને હું પણ કરું છું."
શ્રી બેન્જામિને ઓસ્કાર સ્ટાઈલમાં સેલ્ફી લેવા માટે સ્ટેજ પર બોલિવૂડના કલાકારોને આમંત્રીત કર્યા હતા અને કહ્યું હતું કે " હું ઇચ્છું છું કે બોલિવૂડની સેલિબ્રિટીઓ, નિર્માતાઓ અને સીતારાઓ એક સાથે સતેજ પર આવે અને એક સેલ્ફી લ્યે. આપણી દોસ્તીની મિસાલ દ્દ્નીયા પણ ભલે જોવે..."
આ સમયે બચ્ચન પરિવાર સહિત સંખ્યાબંધ બોલીવુડ હસ્તીઓ સ્ટેજ પર આવી હતી અને નેતન્યાહુ દંપતી સાથે સેલ્ફી પડાવી હતી.