મુખ્ય સમાચાર
News of Monday, 18th October 2021

અમદાવાદ નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાયુ : CMO, સીએમ અને હર્ષસંઘવીને ઉદ્દેશીને કર્યુ ટ્વિટ : મદદની ગુહાર લગાવી

અરવિદ આહીર નામના યુવાને કર્યું ટ્વીટ : અમારે મદદની જરૂર છે. અમે અત્યારે કેદારનાથમાં ફસાઈ ગયા છીએ... અહિયાં ખૂબજ વરસાદ છે છેલ્લા 2 દિવસથી,,,

ઉત્તરાખંડમાં ફરી ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. જેના કારણે કેદારનાથ ગયેલા અનેક ગુજરાતી યાત્રાળુઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. સોશીયલ મીડિયાના માધ્યમથી યાત્રાળુઓએ દેશના ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને ટ્વીટ ટેગ કરી મદદ માંગી છે.

  ઉત્તરાખંડમાં 2 દિવસથી ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. અનેક ગુજરાતી યાત્રાળુઑ ત્યાં ફસાઈ ચૂકયા છે ત્યારે હાલ કેદારનાથમાં ફસાયેલા યાત્રાળુઑએ ટ્વીટ કરી મદદ માંગી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાયુ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 5 મૃત્યુ થયા છે ત્યારે અનેક ગુજરાતી પરિવારો હાલ ઉત્તરાખંડથી મદદની ગુહાર લગાવી રહ્યા છે. તેમાં અરવિદ આહીર નામનો યુવાન ટ્વીટ કરી કહી રહ્યો છે કે અમારે મદદની જરૂર છે. અમે અત્યારે કેદારનાથમાં ફસાઈ ગયા છીએ...અહિયાં ખૂબજ વરસાદ છે છેલ્લા 2 દિવસથી.. આમ મેસેજ ગુજરાત સરકારને ટેગ કરી ટ્વીટ કર્યો છે.

(11:52 pm IST)