મુખ્ય સમાચાર
News of Monday, 18th October 2021

કોર્ટ કમ્પાઉન્ડમાં વધી રહેલા ગોળીબારના ભયજનક બનાવો : દિલ્હીની રોહિણી કોર્ટના પ્રાંગણમાં ગોળીબાર પછી હવે ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુર ડીસ્ટ્રીકટ કોર્ટમાં ગોળીબાર : 60 વર્ષીય વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા

શાહજહાંપુર : ઉત્તર પ્રદેશની શાહજહાંપુર ડીસ્ટ્રીકટ કોર્ટમાં  60 વર્ષીય વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.તેઓ જલ્લાબાદ જિલ્લાના વતની હતા.

બાર એન્ડ બેન્ચ સાથે વાત કરતા, શાહજહાંપુરના સ્થાનિક વકીલે કહ્યું હતું કે ઘટના ભયાનક છે અને સિંહ ઉપર કોર્ટ પરિસરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.  જ્યારે તેઓ  કોઈની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેને 2-3 કલાક પહેલા ગોળી વાગી હતી. તે બંદૂકની ગોળી હતી.

આ અગાઉ 2019 માં, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના વકીલ, નૂતન યાદવની ઇટાહ  ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.તે જ વર્ષમાં આગ્રા બાર કાઉન્સિલના પ્રથમ મહિલા પ્રમુખ દરવેશ યાદવની આગ્રા કોર્ટમાં તેમની ચેમ્બરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, દિલ્હીમાં રોહિણી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં ગોળીબાર થયો હતો, જેના કારણે એક આરોપી ગેંગસ્ટર, જીતેન્દ્ર ગોગી અને તેના હુમલાખોરોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જેમને સુરક્ષા કર્મચારીઓએ ગોળી મારી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:47 pm IST)