મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

પીઠમાં ઘુસેલા ચપ્પાની સાથે યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો

પોલીસ કાગળ કાર્યવાહી કરતી રહી : પોલીસ યુવકને પહેલા હોસ્પિટલમાં સારવાર માટે નહી લઈ ગઈ અને પહેલા ફરિયાદ નોંધવા માટે બેસાડી રાખ્યો

જબલપુર,તા.૧૮ : મધ્યપ્રદેશના જબલપુરમાં પોલીસની નિર્દયતાનો એક મામલો સામે આવ્યો છે. અહીંના ગઢા પોલીસ સ્ટેશનમાં એક ગંભીર રીતે ઘાયલ યુવકે ફરિયાદ નોંધાવવા માટે કલાકો સુધી ઉભુ રહેવું પડ્યું. તો પોલીસ ફરિયાદ લખવાના નામે કાગળની કાર્યવાહી કરવામાં વ્યસ્ત રહી. આ દરમિયાન યુવક દર્દથી પીડાતો રહ્યો. તેમ છતા પણ પોલીસે તેની સમયસર સારવાર ના કરાવી અને રિપોર્ટ લખવાના નામે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં ઘાયલ અવસ્થામાં ઉભો રાખ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકને કોઈએ ચપ્પુ માર્યું હતું, ચપ્પુ શરીરમાં ઘુસેલું હતું અને તે પોલીસ સ્ટેશનમાં આ સ્થિતિમાં જ ફરિયાદ કરવા માટે પહોંચ્યો હતો. મહત્વની વાત એ છે કે, આટલો ગંભીર મામલો હોવા છતા પોલીસના પેટનું પાણી ન હલ્યું અને પોલીસે તેને પહેલા હોસ્પિટલમાં સારવાર માટે ના લઈ ગઈ અને પહેલા ફરિયાદ નોંધવાની કાર્યવાહીના નામે તેને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ઉભો રાખ્યો. હવે આ મામલો સામે આવ્યા બાદ લોકો પોલીસના વ્યવહારની નિંદા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આવી સ્થિતિમાં પોલીસે પહેલા ઘાયલ યુવકની સારવાર કરાવવા માટે તેને પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ. રિપોર્ટ તો હોસ્પિટલમાં પણ લખી શકાય છે. તો લોકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, શું પોલીસને આટલી કોમન સેન્સ નથી કે શરીરમાં અંદર સુધી ઘુસેલા યુવકને પ્રથમ સારવાર માટે મોકલવો પડે, કે પ્રથમ ફરિયાદ લખવાની કાર્યવાહી કરવી પડે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઘાયલ યુવકનું નામ સોનું છે. તેના ઘરની બાજુમાં એક માથાભારે દારૂડિયો ગોલુ રહે ચે, તેની સાથે યુવકને વિવાદ ચાલી રહ્યો હતો. આ બધા વચ્ચે શુક્રવાર મોડી રાત્રે પોતાના ઘરની બહાર સોનું ફરી રહ્યો હતો ત્યારે ગોલુએ પોતાના સાથીઓની સાથે મળી સોનું પર ચપ્પાથી હુમલો કરી દીધો. ચપ્પુ સોનું ના પીઠમાં ઘુસી ગયું. તેની બુમો સાંભળી સોનુંનો પરિવાર અને મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી બાગી ગયા. આ મામલામાં પોલીસે પ્રથમ ફરિયાદ નોંધવાના મામલે યુવકને પોલીસ સ્ટશનમાં કલાકો ઉભો રાખ્યો અને પછી કાર્યવાહી શરૂ કરી.

(7:27 pm IST)