News of Sunday, 18th October 2020
"વેબ ચેક ઇન" નહીં કરાવો તો ૧૦૦ રૂપિયાનો નવો ચાંદલો કરવો પડશે: ઈન્ડિગો કંપનીનો નિર્ણય : આજથી જ આ નવી વ્યવસ્થાનો અમલ
નવી દિલ્હી : ઈન્ડિગો કંપનીએ જાહેર કર્યું છે કે, જે મુસાફરો 'વેબ ચેક-ઇન' નહીં કરે અને "ચેક ઇન" માટે એરપોર્ટ કાઉન્ટરોનો ઉપયોગ કરશે તો તેમણે ટીકિટની રકમ ઉપરાંત વધારાના ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આજથી જ આ નવી વ્યવસ્થાનો અમલ થશે.
ઉડ્ડયન મંત્રાલયે મે મહિનામાં મુસાફરોને વેબ ચેક-ઇન કરવું ફરજિયાત બનાવ્યું હતું, જેથી કોરોના વાયરસ રોગચાળા વચ્ચે એરપોર્ટ ઉપર ટચપોઇન્ટ્સ ઓછા થઈ શકે. એકવાર વેબ ચેક-ઇન થઈ ગયા પછી, મુસાફરને ઓનલાઇન બોર્ડિંગ પાસ, એરલાઇન દ્વારા જારી કરવામાં આવે છે. (ન્યૂઝફર્સ્ટ)
(12:02 am IST)