મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

બીજેપી કાર્યકરની હત્યા કેસમાં TMC ધારાસભ્ય પરેશ પોલને CBIનું સમન્સ : ત્રણ કલાક સુધી પૂછપરછ : ગયા વર્ષે 2 મેના રોજ ચૂંટણી પરિણામો બાદ બીજેપી કાર્યકર અભિજીત સરકારની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ

કોલકત્તા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના કાર્યકરની હત્યાના સંદર્ભમાં સીબીઆઈએ તૃણમૂલ કોંગ્રેસના (TMC) ધારાસભ્ય પરેશ પૌલની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરી હતી. એવો આરોપ છે કે 2 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયાના કલાકો પછી, બીજેપી કાર્યકર અભિજિત સરકારને કથિત રીતે કોલકતાના નારકેલડાંગામાં તેમના ઘરેથી ખેંચી લેવામાં આવ્યા હતા અને ટીએમસી કાર્યકરો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

સીબીઆઈએ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય પરેશ પોલની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેમના પર ગયા વર્ષે 2 મેના રોજ ચૂંટણી પરિણામો બાદ બીજેપી કાર્યકર અભિજીત સરકારની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

પીડિતના પરિવારજનોનો આરોપ છે કે ટીએમસી ધારાસભ્ય પરેશ પોલના આદેશ પર અભિજીતની હત્યા કરવામાં આવી હતી. જો કે પોલે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમને બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં CBI સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પોલ મંગળવારે સવારે લગભગ 10.15 વાગ્યે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા.

સીબીઆઈ ઓફિસમાંથી બહાર આવ્યા બાદ પરેશ પોલે કહ્યું, “અમે આવી નફરતની રાજનીતિમાં માનતા નથી. અમે એવા રાજકારણમાં સામેલ નથી કે જેમાં કોઈ યુવાનને મારવો પડે. જો અમારી પાસે જનસમર્થન ન હોત તો અમે તે વિધાનસભા બેઠક 70,000 મતોથી જીતી શક્યા ન હોત. સામાન્ય જનતા મૂર્ખ કે આંધળી નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:57 pm IST)