કિમ કાર્ડાશિયને ઇન્સટાગ્રામનું તાપમાન વધાર્યુઃ કાર્ડાશિયને સ્વિમશુટમાં પોતાની હોટ ફોટો શેર કરી
સ્પોર્ટસ મેગેઝીનના સ્વિમશુટ ઇસ્યુ 2022ની કવર ગર્લ કિમ કાર્ડાશિયને પોતાનો હોટ અંદાજ બતાવી પોતાના ચાહકોના દિલ જીતી લીધા
નવી દિલ્હીઃ રિયાલીટી ટીવી સ્ટાર અને બિઝનેસવુમન કિમ કાર્ડાશિયન ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. કિમે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સ્વિમશુટમાં ફોટો શેર કર્યો છે, જેને કારણે ઇન્સ્ટાગ્રામના તાપમાનમાં પણ વધારો થયો છે. ત્યારે કિમે શેર કરેલ મેગેઝીનના શુટની તસ્વીરોમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કિમ એક સ્પોર્ટસ મેગેઝીનના સ્વિમશુટ ઇસ્યુ 2022ની કવર ગર્લ બની છે.
લોસ એન્જેલસ: રિયાલિટી ટીવી સ્ટાર અને બિઝનેસમવુમન કિમ કાર્ડાશિયન ફરી એકવાર ચર્ચામાં છે. કેમ કે તેણે ફરી એકવાર પોતાની સિઝલિંગ અદાઓથી ફેન્સની ગરમી વધારી દીધી છે. કિમ કાર્ડાશિયન એક સ્પોર્ટ્સ મેગેઝીનના સ્વિમશૂટ ઈશ્યુ 2022ની કવર ગર્લ બની છે.
રિયાલિટી સ્ટારનો બોલ્ડ અંદાજ:
કિમ કાર્ડાશિયને મેગેઝીનના કવર પર પોતાની ગ્લેમરસ તસવીરોથી કહેર મચાવ્યો છે. મેગેઝીનના ફોટોશૂટની આ સ્વિમશૂટ તસવીરોને કિમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોસમાં કિમના ગ્લેમરસ અંદાજના જેટલાં વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તસવીરોમાં કિમ કાર્ડાશિયનનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. પાણીમાં સેન્સુઅલ પોઝ આપતાં કિમ દરેક તસવીરમાં આગ લગાવી રહી છે.
ઠંડા પાણીમાં કિમે આગ લગાડી:
કિમ કાર્ડાશિયન ક્યારેક બિકિની તો ક્યારેક સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. કિમ પાણીમાં તરતા પોઝ આપી રહી છે. તો ક્યારેક બાઈકમાં બેઠેલી જોવા મળે છે. કિમની દરેક તસવીરોને જોઈને તમે તેના ચોક્કસ દિવાના બની જશો. હંમેશાની જેમ તેણે આ તસવીરોમાં પોતાની ટોન્ડ બોડી, સેક્સી ફિગર બતાવ્યું છે. કિમની ફિગર ફેન્સને ફિટનેસ માટે હંમેશા પ્રેરણા આપે છે. સ્પોર્ટ્સ મેગેઝીનના ફોટોશૂટ માટે કિમ એક પરફેક્ટ પર્સનાલિટી છે.
સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ખુશખુશાલ:
કિમ કાર્ડાશિયન સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ઘણી એક્સાઈટેડ છે. આ ફોટોશૂટ જાન્યુઆરીમાં થયું હતું. તેને સિક્રેટ રાખવું કિમ માટે ઘણું મુશ્કેલ હતું. જ્યાં ફોટોશૂટ થયું હતું તે જગ્યા કિમની ફેવરિટ છે. કિમનો આ સ્પોર્ટી લુક ડોમિનિકન રિપબ્લિકમાં જોવા મળ્યો હતો. કિમની દરેક તસવીરો પર હાર્ટ ઈમોજી અને લાઈક આવી રહી છે. આ તસવીરો પર 3.5 મિલિયનથી વધારે લોકોએ લાઈક કરી છે. જ્યારે 23 હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કિમ કાર્ડાશિયનના ઈન્સ્ટાગ્રામ પર 311 મિલિયન ફોલોઅર્સ છે.