મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

જો ED અભિષેક બેનર્જીની કોલકાતામાં પૂછપરછ કરે તો રાજ્ય સરકાર તેમનો સહયોગ કરે: સુપ્રીમકોર્ટનો નિર્દેશ

ED ઓફિસરોના વિરોધમાં કોઈ પણ ફરિયાદ આવે તો કોર્ટની મંજુરી વગર પોલીસ કોઈ કાર્યવાહી કરી શકશે નહી: કોર્ટે ED અને MHAને નોટિસ આપીને જવાબ પણ માગ્યો

નવી દિલ્હી :  સુપ્રિમ કોર્ટે ED અભિષેક બેનર્જી અને તેમની પત્ની રુજિરા બેનર્જીની પૂછપરછ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધુ છે. આ વિશે સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, “પશ્ચિમ બંગાળમાં પૈસાની હેરાફેરી, અને ગેરકાનુની કોલસાનું ઉત્ખનન,ચોરીના કેસમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીની 24 કલાકમાં નોટિસ આપીને ED કોલકાતામાં પૂછપરછ કરી શકે છે

આ પૂછપરછ અંગે અભિષેક બેનર્જીએ દિલ્હીમાં નહી પરંતૂ પોતાના ગૃહ રાજ્યમાં પૂછપરછ કરવાની માંગ કરી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો ED અભિષેક બેનર્જીની કોલકાતામાં પૂછપરછ કરે તો રાજ્ય સરકાર તેમનો સહયોગ કરે અને અધિકારીઓને સુરક્ષા આપે.

આ સિવાય અદાલત રાજ્ય મશીનરી દ્વારા થતો કોઈ પણ અવરોધ અને હસ્તક્ષેપ સહન કરવામા આવશે નહી અને ED ઓફિસરોના વિરોધમાં કોઈ પણ ફરિયાદ આવે તો કોર્ટની મંજુરી વગર પોલીસ કોઈ કાર્યવાહી કરી શકશે નહી. અદાલતે ED અને MHAને નોટિસ આપીને જવાબ પણ માગ્યો છે. જસ્ટિસ યૂ યૂ લલિતની બેન્ચ દ્વારા આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. હવે આ કેસની સુનાવણી 19 જુલાઈએ થશે.

(11:53 pm IST)