મુખ્ય સમાચાર
News of Sunday, 18th February 2018

રેલ્‍વેમાં વિવિધ ર૦ હજાર જગ્‍યા ભરાશે : ફોર્મ ફીમાં પાંચ ગણો થયો વધારો

નવી દિલ્હી : રેલવે બોર્ડમાં ૨૦ હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે.ત્યારે જુદા-જુદા ખાલી જગ્યા  માટે અરજી કરનાર ઉમેદવારોને હવે એપ્લિકેશન ફીમાં પાંચ ગણો વધારો ભરવાનો થતા નારાજગી વ્યાપી છે. રેલવે ભરતી બોર્ડે રાતોરાત રૂપિયા ૧૦૦ની એપ્લિકેશન ફીમાં વધારો કરીને રૂપિયા ૫૦૦ કરી દીધી છે

જેના કારણે ઉમેદવારોને હવે રેલવે ભરતી બોર્ડમાં અરજી કરાવવાનુ મોંઘુ પડશે. એટલુ નહીં હવે એક ઉમેદવાર દ્વારા જુદી જુદી પોસ્ટ માટે કરવામાં આવતી અરજીનો વિકલ્પ પણ વખતે બંધ કરી દેવાતા ઉમેદવાર કોઈ એક પદ માટે એક એપ્લિકેશન કરી શકશે.

વર્ષ ૨૦૧૮માં બહાર પડાયેલી જગ્યાઓ માટે રેલવે ભરતી બોર્ડ (આરઆરબી)ની પરીક્ષામાં સામેલ થવા માટે ઉમેદવારોએ ફી વધારો ચુકવવો પડશે. રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલટ, ટેકનીશિયન સહિતની અનેક જુદી જુદી પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ વખતે પહેલીવાર ઓનલાઈન એપ્લિકેશનમાં ભરતી બોર્ડ પદનો વિકલ્પ બંધ કર્યો છે.

અત્યાર સુધી અરજદારો સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા જુદા જુદા પદ માટે અરજી કરતા હતા. પરંતુ વખતે ઓનલાઈન અરજી કર્યા બાદ એક ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. જેમાં પાસ થનારા ઉમેદવારો પાસેથી પદ માટે વિકલ્પ માટે મેસેજ અથવા -મેઈલના માધ્યમથી પૂછવામાં આવશે. એસસીએસટી કેટેગરીના અરજદારો પાસેથી પહેલા કોઈ પરીક્ષા ફી લેવાતી નહતી. વર્ષે તેમની પાસેથી રૂપિયા ૨૫૦ એપ્લિકેશન ફી લેવામાં આવશે, જે પછી રીફંડ અપાશે.

(2:34 pm IST)