મુખ્ય સમાચાર
News of Saturday, 17th February 2018

‘‘અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી'': ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ફેલોમાં સ્‍થાન હાંસલ કરતાં ૩ ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક

ટેકસાસઃ અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજીએ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરેલા ફેલોસમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન તથા ૨ બાંગલાદેશમાં વસતા સાયન્‍ટીસ્‍ટનો સમાવેશ કર્યો છે.

કુલ પસંદ થયેલા ૯૬ ફેલોમાં સ્‍થાન મેળવનાર આ સાયન્‍ટીસ્‍ટસમાં યુનિવર્સિટી ઓફ ટેકસાસના પ્રોફેસર શ્રી અશોક ચોપરા, હેલ્‍થ એન્‍ડ હયુમન સર્વિસ ડીપાર્ટમેન્‍ટ ચિફ શ્રી અતિન દત્તા, એરિઝોના સટ્ટે યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી રાજીવ મિશ્રા, વોર્સેસ્‍ટર પોલીટેકનીક ઇન્‍સ્‍ટીટયુટ મેસ્‍સેચ્‍યુએટસના એશોશિએટ પ્રોફેસર સુશ્રી રીટા રાવ, તથા બાંગલાદેશ સ્‍થિત શ્રી સમીર સહા અને શ્રી નિપાળુ અહમદનો સમાવેશ થાય છે.

આ વૈજ્ઞાનિકોના માઇક્રો બાયોલોજી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ તેમને ફેલો તરીકે પસંદ કરાયા છે.

(9:23 pm IST)