મુખ્ય સમાચાર
News of Saturday, 17th February 2018

હીરાની ગેરકાયદેસર હેરાફેરી પણ કરી ચૂકયો છે નીરવ મોદી

મુંબઇ તા. ૧૭ : ભારતમાંથી ફરાર નીરવ મોદી હીરાની હેરાફેરીમાં શામેલ હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ સુધીમાં ડાઈમન્ડ ફર્મ્સમાં બેન્ક પાસેથી લોન મેળવાવ માટે એક જ ડાયમન્ડ કન્સાઈમેન્ટને અનેક વાર એકસપોર્ટ અને ઈમ્પોર્ટ કરવાનું ચલણ ઘણું જ પ્રચલિત હતું.

૨૦૧૫માં નીરવના સચિન SEZમાં આવેલા જવેલરી ડિઝાઈનીંગ યુનિટમાં DRIની રેડ પડી હતી જેમાં એજન્સીએ ૩૭ કરોડ પેનલ્ટી પણ ફટકારી હતી. મોદીએ ડ્યુટી ડિમાન્ડ, પેનલ્ટી અને વ્યાજ સહિત ૪૮ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. ૩ જુલાઈ અને ૨૩ જુલાઈ, ૨૦૧૫ના રોજ નીરવ મોદીએ સુરતના કમિશ્નર ઓફ સેન્ટ્રલ એકસાઈઝને આ કેસ કલોઝ કરવા માટે લેટર પણ લખ્યો હતો.

ડોમેસ્ટિક માર્કેટમાં ઈમ્પોર્ટેડ ડાયમન્ડ્સને ડાયવર્ટ કરવાનો નીરવ મોદી પર આરોપ હતો. ઓછી કિંમતના ડાયમન્ડ્સના ઘરેણા બનાવીને હોંગકોંગ અને UAEમાં એકસપોર્ટ કરવામાં આવતા હતા. ૨૦૧૦-૨૦૧૧માં જયારે જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC)ના ડેટામાં પોલિશ્ડ ડાયમંડમાં ૬૦ ટકાનો વધારો સામે આવ્યો ત્યારે હીરાની આ હેરાફેરી તરફ પહેલીવાર કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચાયુ હતું.

૨૦૧૨માં તે સમયના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીએ ઈન્ડસ્ટ્રીમાં હીરાની હેરાફેરી અટકાવવા માટે પોલિશ્ડ ડાયમન્ડ પર ૨ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરી હતી. ૨૦૦૭માં જયારે કેન્દ્ર સરકારે પોલિશ્ડ ડાયમન્ડની ૩ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી રદ્દ કરી હતી ત્યારપછી આ પ્રકારની ગેરકાયદેસર હેરાફેરીનું પ્રમાણ અત્યંત વી ગયુ હતું. વેપારીઓ બેન્કો સાથે છેતરપિંડી કરવા માટે આ રીતનો ઉપયોગ કરતા હતા.

૨૦૦૮માં વૈશ્વિક તંગી હોવા છતાં ભારતના હીરા બજારમાં તેજી હતી અને તેનું કારણ હીરાની આ પ્રકારની હેરાફેરી હોઈ શકે. નેશનલ, ફોરેન અને પ્રાઈવેટ બેન્ક દ્વારા લેવામાં આવેલી વર્કિંગ કેપિટલ લોનનો ઉપયોગ મોટાભાગે રિયલ એસ્ટેટમાં થતો હતો.

૨૦૧૩માં વેસુ, અડાજણ, પાલ, જહાંગીરપુરા, પુના, કટારગામ, પિપલોડ અને વરાછા વિસ્તારમાં આવેલા રિયલ એસ્ટેટ ડેવલોપર ગ્રુપ્સ તેમજ અમુક ડાયમન્ડ ફર્મ્સમાંથી ૨૦૧૩માં ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટે લગભગ ૩૫૦ કરોડની અનઅકાઉન્ટેડ ઈનકમ રિકવર કરી હતી.

(10:13 am IST)