‘‘સિવિક લીડરશીપ એકેડમી'' યુનિવર્સિટી ઓફ શિકાગોઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૩૧ ફેલોમાં સ્થાન મેળવતા ૬ ઇન્ડિયન/એશિઅન અમેરિકન
શિકાગોઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ શિકાગોની સિવીક લીડરશીપ એકેડમીએ ૨૦૧૮ની સાલના જાહેર કરેલા ૩૧ ફેલોમાં ૬ ઇન્ડિયન / એશિયન અમેરિકનોએ સ્થાન મેળવ્યું છે.
આ ૬ ઇન્ડિયન/એશિયન અમેરિકનોમાં અલી શ્રી અબીદ કુલસમુ એમજી, સુશ્રી સિમી ચૌધરી, શ્રી અવિક દાસ, શ્રી અબિન કુરીઆકોસ, તથા શ્રી હીલેશ પટેલનો સમાવેશ થાય છે.
જે પૈકી શ્રી હબીબ કુક કાઉન્ટી જસ્ટીસ એડવાઇઝરી કાઉન્સીલમાં પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર છે. સુશ્રી કુલસુમ શિકાગોમાં સિનીયર એટર્ની છે. શ્રીચૌધરી શિકાગો મેયરની ઓફિસમાં ડીરેકટર છે. શ્રીદાસ કુક કાઉન્ટી સર્કિટ કોટમાં એકટીંગ ડીરેકટર છે જયારે શ્રી કુરીઆકોસ શિકાગો નેક્ષ્ટમાં પ્રોગ્રામ મેનેજર તરીકે સેવાઓ આપે છે. તથા શ્રી પટેલ હાઇડ પાર્ક આર્ટ સેન્ટરમાં ડેપ્યુટી ડાયરેકટર છે.