મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

યુપી ચૂંટણી : પીએમ મોદી અને સીએમ યોગીના ફોટાવાળી સાડીઓ માર્કેટમાં

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મતદારોને રીઝવવા માટે સુરતના કાપડ વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે યુપીની ચૂંટણીઓ માટે સુરતના વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટાવાળી સાડી તૈયાર કરી છે. આ ઉપરાંત યુપી તરફ જતી સાડીઓના બોકસ પર પણ બંને નેતાઓના ફોટા સાથેના પોસ્ટર પર ચોટાડીને રવાના કરવામાં આવી રહ્યા છે. જોકે ચૂંટણીમાં આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે તેમાં પણ દેશના કોઇ પણ રાજ્યમાં ચૂંટણી હોય તે પ્રમાણે સાડીઓ સુરતના કાપડના વેપારીઓ તૈયાર કરીને અન્ય રાજ્યોમાં મોકલતા હોય છે

(10:09 am IST)