રાતના અંધારામાં પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમીઃ ગામનાં લોકોએ પકડી લગ્ન કરાવી દીધા
બિહારના મધુબાની જિલ્લાના એક ગામમાં રાતના સમયે પ્રેમિકાને મળવા જવું યુવકને ભારે પડી ગયું હતું
પટણા, તા.૧૮: બિહારના મધુબની જિલ્લાના હરલાખી પોલીસ સ્ટેશન હેઠળ આવતાં એક ગામમાં રહેતી પ્રેમિકાને મળવું સગીર પ્રેમીને ભારે પડી ગયું હતું. ગંગોર ગામનો રહેવાસી સગીર રાતના અંધારામાં પ્રેમિકાને મળવા માટે તેના ગામમાં આવ્યો હતો અને પ્રેમિકાને ફોન કરીને તેને ગામની બહાર બોલાવી હતી. આ દરમિયાન બંને પ્રેમીઓની કહાની ગામનાં લોકોને ખબર જ હતી.
જેવી સગીર પ્રેમિકા પ્રેમીને મળવા ગામની બહાર ગઈ કે, ગામના લોકોએ બંનેને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પછી બંનેને પકડીને છોકરીના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ગામમાં આ વાતની જાણ વાયૂવેગે ફેલાઈ ગઈ હતી અને છોકરીના ઘરે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જે બાદ વારંવાર ચોરીથી મળવાની સજાના ભાગરૂપે બંને પ્રેમીઓના લગ્ન કરાવી દીધા હતા. જો કે સોશિયલ મીડિયામાં આ સગીર પ્રેમી અને પ્રેમિકાના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ આ મામલે પોલીસ ઈન્સ્પેકટરે કહ્યું કે, લેખિત ફરિયાદ મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
જો કે, બીજી બાજુ મધુબનીમાં ઝાડ સાથે લટકેલી એક યુવકની લાશ પણ મળી આવી છે. આ દ્યટના રહિકા પોલીસ સ્ટેશનના મિઠોલી ગામની છે. યુવકનું બાઈક પણ ઝાડની પાસેથી મળી આવ્યું છે. મૃતકની ઓળખ રહિકા પોલીસ સ્ટેશન વિસ્તારના બરહા કોઠા ટોલના રહેવાસી તરીકે છે. મોડી રાત્રે યુવક પોતાની બાઈક ઉપર સાસરીમાં દવા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો. પણ સાસરીમાં દવા આપીને તે ઘરે પરત ફર્યો ન હતો અને રસ્તામાં તેની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસ ઈન્સ્પેકટરે જણાવ્યું છે કે ઝાડ પરથી લટકેલી લાશ મળવા મામલે તપાસ ચાલી રહી છે.