મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

ચૂંટણી પ્રચાર માટે ગામડાઓ અને વિસ્તારોમાં લગાવાશે 'પ્રતિજ્ઞા ચૌપાલ' લગાવશે : યુપીમાં કોંગ્રેસનો મોટો પ્લાન

કોરોનાને કારણે મોટા મેળાવડા નહિ પણ નાના કાર્યક્રમો યોજશે : ચૌપાલોમા મહિલા મેનીફેસ્ટો અને ખેડૂતો સાથે કોવીડ અંગે જાગૃતિ ફેલાવશે : માસ્ક અને દવાનું કરશે વિતરણ : પ્રદેશ પ્રમુખ અજયકુમાર લલ્લુએ આપી માહિતી

નવી દિલ્હી : કોંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ગામડાઓ અને વિસ્તારોમાં કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને પ્રતિજ્ઞા ચૌપાલનું આયોજન કરશે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ આ અંગે માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ પાર્ટીના તમામ ઉમેદવારો અને પદાધિકારીઓને જારી કરેલા પત્રમાં જણાવ્યું હતું કે, "વર્તમાન કોવિડ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે મોટા મેળાવડાનું સંગઠન મુલતવી રાખ્યું છે.પરંતુ સાવધાની સાથે નાના કાર્યક્રમો યોજી શકાય. આવી સ્થિતિમાં પાર્ટી ગામડા, મહોલ્લા, વોર્ડમાં પ્રતિજ્ઞા ચૌપાલનું આયોજન કરશે.

 અજય કુમાર લલ્લુએ કહ્યું, "આ ચૌપાલોમાં પાર્ટીના મહિલા મેનિફેસ્ટો અને ખેડૂતો માટે કોંગ્રેસની પ્રતિજ્ઞા પર ચર્ચા કરવામાં આવશે.આ સાથે યુવા બેરોજગારો અને મહિલા સ્વ-સહાય જૂથો સાથે ચર્ચા કરવામાં આવશે.” પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ગામડાઓમાં કોવિડ અંગે જાગૃતિ અને સાવચેતી અંગે પણ પ્રતિજ્ઞા ચૌપાલમાં ચર્ચા કરવામાં આવશે, ચૌપાલમાં જરૂરી માસ્ક અને દવાઓની સાથેનું પણ વિતરણ કરવામાં આવશે.

(12:15 am IST)