મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

વિશ્વ આર્થિક મંચ પર પીએમ મોદીએ કહ્યું - ભારતમાં દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી યુનિકોર્ન છે

આજે ભારત વિશ્વમાં ત્રીજો મોટો ફાર્મા પ્રોડ્યૂસર્સ છે, ફાર્મસી ટૂ વર્લ્ડ છે:. 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપ્યું :ભારતે તેના કોર્પોરેટ ટેક્સના દરને સરળ બનાવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ આર્થિક મંચના દાવોસ એજન્ડામાં સંબોધન કર્યુ છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- ભારત જેવી મજબૂત ડેમોક્રેસીએ વિશ્વને એક શાનદાર ભેટ આપી છે, એક આશાઓનો ગુલદસ્તો આપ્યો છે. આ ગુલદસ્તામાં છે, અમારા ભારતીયોનો ડેમોક્રેસીમાં અતૂટ વિશ્વાસ છે. પીએમ મોદીએ કહ્યુ- કોરોનાના આ સમયમાં આપણે જોયું કે કઈ રીતે ભારતે 'One Earth, One Health' ના વિઝન પર ચાલતા, અનેક દેશોને જરૂરી દવાઓ આપી, વેક્સીન આપી, કરોડોનું જીવન બચાવ્યું છે.

પીએમ મોદી ઉપરાંત ઘણા રાજ્યોના વડાઓએ આ કાર્યક્રમને સંબોધિત કરી ચુક્યા છે અને કરશે. તેમાં જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો, ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો, ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ઇયુ કમિશનના વડા ઉર્સુઆ વોન ડેર લેયેનનો સમાવેશ થાય છે.

સંબોધનમાં પીએમે કહ્યું, "આજે ભારત વિશ્વમાં રેકોર્ડ સોફ્ટવેર એન્જિનિયરો મોકલી રહ્યું છે. ભારતમાં 50 લાખથી વધુ સોફ્ટવેર ડેવલપર્સ કામ કરી રહ્યા છે. આજે ભારતમાં વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી યુનિકોર્ન છે. 10 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ "-છેલ્લા 6 મહિનામાં નોંધાયેલ છે." પીએમ મોદીએ કહ્યું, "આજે ભારત 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપી રહ્યું છે, સરકારી દખલગીરી ઘટાી છે. ભારતે તેના કોર્પોરેટ ટેક્સના દરને સરળ બનાવ્યા છે, તેમાં ઘટાડો કર્યો છે, તેને વિશ્વમાં સૌથી વધુ સ્પર્ધાત્મક બનાવ્યા છે. ગયા વર્ષે જ અમે વધુ ઘટાડો કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ભારત કોરોનાના મુકાબલાની સાથે આર્થિક ક્ષેત્રમાં પણ આશાવાન વિઝન સાથે આગળ વધી રહ્યું છે. ભારત આજે માત્ર એક વર્ષમાં 160 કરોડ કોરોના વેક્સીન ડોઝ આપવાના આત્મવિશ્વાસથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યુ કે, કોવિડ ની શરૂઆત બાદથી અમે 80 કરોડ લોકોને ફ્રી ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ, જે લગભગ વિશ્વનો સૌથી મોટો ખાદ્ય કાર્યક્રમ છે.

પ્રધાનમંત્રી બોલ્યા કે અમે યોગ્ય દિશામાં સુધારા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. વૈશ્વિક આર્થિક નિષ્ણાંતોએ ભારતના નિર્ણયની પ્રશંસા કરી છે અને મને વિશ્વાસ છે કે અમે ભારરથી વિશ્વની આકાંક્ષાઓને પૂરી કરીશું. માત્ર 1 વર્ષમાં ભારતે 160 કરોડ કોવિડ વેક્સીનના ડોઝ આપ્યા છે. ભારત જેવા લોકતંત્રએ વિશ્વને આશાનું એક બુકે આપ્યું છે. આ બુકેમાં સામેલ છે- લોકતંત્ર પ્રત્યે વિશ્વાસ, 21મી સદીને સશક્ત બનાવવાની તકનીક અને અમારા ભારતીયોની પ્રતિભા અને સ્વભાવ.

(11:38 pm IST)