મુખ્ય સમાચાર
News of Sunday, 17th October 2021

જાતિગત ટિપ્પણી મામલે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહની ધરપકડ : હાઇકોર્ટના આદેશ બાદ જામીન પર છુટકારો

યુઝવેન્દ્ર ચહલે ટિકટોક પર પોતાના ડાન્સની સાથે વિડીયો અપલોડ કર્યા બાદ રોહિત શર્મા સાથે વાતચીત કરતાં યુવરાજ સિંહે જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ : યુવરાજસિંહે માફી પણ માંગી હતી

મુંબઈ :   પુર્વ ક્રિકેટર યુવરાજ સિંહ  જાતિગત ટિપ્પણીના મામલે વિવાદમાં ફસાયો છે. જાતિગત ટિપ્પણી મામલે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહની ધરપકડ કરાઈ હતી જોકે  હાઇકોર્ટના આદેશ બાદ જામીન પર છુટકારો

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ટિકટોક પર પોતાના ડાન્સની સાથે વિડીયો અપલોડ કર્યા બાદ રોહિત શર્મા સાથે વાતચીત કરતાં યુવરાજ સિંહે જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે જોકે બાદમાં યુવરાજસિંહે માફી પણ માંગી હતી

(11:29 pm IST)