મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

ભારતનું ચીનમાં આયરન અને સ્ટીલ એકપૉર્ટમાં 10 ગણો જંગી ઉછાળો

આયર્ન અને સ્ટીલનું નિકાસકાર ચીનમાં સૌથી મોટી આયાતથી આશ્ચર્ય

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનમાં આયાત થતા આયર્ન ઓર અને સ્ટીલની આયાતમાં જો એકાએક વધારો જોવા મળે તો તે વૈશ્વિક બજાર અને અન્ય ઈકોનોમી માટે ચિંતાનો વિષય બની શકે છે.ભારતમાંથી વર્લ્ડના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશ ચીનમાં આયર્ન અને સ્ટીલ એક્સપોર્ટ એપ્રિલથી જુલાઈમાં 10 ગણું થયું છે.

કોરોના મહામારીને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું વિશ્લેષકોનું માનવું છે પરંતુ, આ ટ્રેન્ડ જો ચાલુ રહેશે તો સ્થિતિ કઈંક અલગ બનશે તેની પણ ભીતિ છે.

સામાન્ય રીતે ચીન આયર્ન અને સ્ટીલનું નિકાસકાર દેશ છે અને ક્યારેય તેને બહારથી ખરીદીની જરૂર નથી પડતી.જોકે એક મત એ પણ છે કે બેઈંજિંગ તરફથી થઈ રહેલ મસમોટા ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરના રોકાણ અને ઘરેલું ઉત્પાદન ઠપ્પ થતા ભારતમાંથી ચીનમાંથી થતી સ્ટીલની નિકાસ બમણી થઈ છે.

(1:34 pm IST)