મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કુલ કેસ ૫૧,૧૮,૨૫૩ : કુલ મૃત્યુઆંક ૮૩૧૯૮

કોરોના બેફામ બની રહ્યો છે : એકધારા વધે છે કેસ અને મોત : કયાં જઇ અટકશે ? એક જ સવાલઃ ૨૪ કલાકમાં ૯૭૮૯૪ કેસ નોંધાયા : ૧૧૩૨ના મોત : ૧૦,૦૯,૯૭૬ એકટીવ કેસ : ૪૦,૨૫,૦૭૯ સાજા થયા

નવી દિલ્હી તા. ૧૭ : ૧૩૦ કરોડથી વધુની જનસંખ્યાવાળા ભારતમાં કોરોનાનું સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેનાથી એ કહેવું મુશ્કેલ છે કે સંખ્યા કયા જઇ અટકશે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો દેશમાં ૯૭૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે તેની સાથે કુલ કેસની સંખ્યા પણ ૫૧ લાખને પાર કરી ગઇ છે. મોતના આંકડા પર નજર કરીએ તો રોજ ૧૦૦૦થી વધુ લોકો આ મહામારીથી મરી રહ્યા છે.

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જે હવે મોટી મુશ્કેલીઓ પણ ઉભો કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા ૫૧,૧૮,૨૫૩ પર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૭,૮૯૪ નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

હવે દેશભરમાં કોરોનાના કેસનો આંકડો ૫૧ લાખને પાર કરી ગયો છે. તેનું મોટાભાગનું સંકટ આરોગ્ય સેવાઓ પર દેખાવાનું શરૂ થઇ ગયું છે. ઘણા શહેરોમાં, ઓકિસજન સપ્લાયનો અભાવ છે, તો કેટલીક જગ્યાએ પથારીનો અભાવ છે., દેશમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ ૯૦ હજારથી વધુ લોકોને સંક્રમણ થઇ રહ્યું છે. મૃત્યુનો આંક પણ ૧ હજારથી નીચે આવી રહ્યો નથી.

દેશમાં કુલ કેસ ૫૧,૧૮,૨૫૩ થયા છે. જેમાં ૧૦,૦૯,૯૭૬ એકટીવ કેસ છે તો ૪૦,૨૫,૦૮૦ દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં ૮૩,૧૯૮ લોકોને કોરોના ભરખી ગયો છે.

કોરોના સામેની લડાઇમાં સપ્ટેમ્બર મહિનો વધુ ભારે રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ૧૧,૨૧,૨૨૧ કેસ નોંધાયા છે અને ૩૦,૮૮૩ના મોત થયા છે. જ્યારે તામિલનાડુમાં ૫,૧૯,૮૬૦ કેસ અને ૮૫૫૯ના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ ૨,૩૦,૨૬૯ છે તો મૃત્યુઆંક ૪૮૩૯ છે. આંધ્રમાં ૫,૯૨,૭૬૦ કેસ અને ૫૧૦૫ મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૧,૧૭,૫૪૭ કેસ અને ૩૨૫૬ મૃત્યુઆંક છે. કર્ણાટકમાં ૪,૮૪,૯૯૦ કેસ અને ૭૫૩૬ મૃત્યુ થયા છે. યુપીમાં ૩,૩૦,૨૬૫ કેસ અને ૪૬૯૦ મૃત્યુ તો પ.બંગાળમાં ૨,૧૨,૩૮૩ કેસ અને ૪૧૨૩ મૃત્યુ છે.

(11:13 am IST)