મુખ્ય સમાચાર
News of Tuesday, 17th August 2021

વાહ ભૈ વાહ... દેશને કુપોષણથી મુકિત અપાવવામાં ફોર્ટિફાઇડ ચોખા નિર્ણાયક ભૂમિકા ભજવે તેવી વકી

૨૦૨૪ સુધીમાં રાશન સહિત બધી જન કલ્યાણ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખા અપાશે

નવી દિલ્હી,તા. ૧૭ : દેશને કુપોષણથી મુકત કરાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ફોર્ટીફાઇડ ચોખાની પહેલ નિર્ણાયક સાબિત થશે. કોવિડ-૧૯ પછી કુપોષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની આ ઘોષણા બહુ મહત્વની બની ગઇ છે. ૧૫ રાજ્યોમાં ચાલતા પાયલોટ પ્રોજેકટની સફળતા પછી આ પરિયોજના આખા દેશમાં લાગુ કરાશે. ૨૦૨૪ સુધીમાં રાશન પ્રણાલી સહિત બધી કેન્દ્રીય જનકલ્યાણ યોજનાઓ હેઠળ ફોર્ટીફાઇડ ચોખાનું જ વિતરણ કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના રિપોર્ટ અનુસાર, ભારતમાં પેટ ભરવા છતાં પોષણની સ્થિતી ખરાબ છે. દરેક બીજી મહિલા લોહની ઉણપ (એનીમીયા) અન દરેક ચોથુ બાળક કુપોષણનો શિકાર છે. ૭૦ ટકા વસ્તીને નિર્ધારિત પોષક તત્વોના ૫૦ ટકાનું કારણ કુપોષણ છે. ભોજનમાં લોહતત્વની ઉણપથી થતા એનિમીયાના કારણે દર વર્ષે દેશને જીડીપીના એક ટકા (૧.૩૫ લાખ કરોડ)નું નુકસાન થાય છે.

એવું માનવામાં આવે છે કે ભારતમાં કુપોષણ સામે લડવામાં એક રૂપિયો ખર્ચવાથી ૩૪ રૂપિયાથી વધારે આવક થઇ શકે છે.એનઅસઓના સર્વે રિપોર્ટ અનુસાર, ભારતમાં વધારે આવક થઇ શકે છે. એનએસઓના સર્વે રિપોર્ટ અનુસાર ભારતમાં ૬૫ ટકા વસ્તીનો મુખ્ય ખોરાક ચોખા છે. જાહેર રાશન પ્રણાલી (પીડીએસ) દ્વારા કુલ ૮૧ કરોડ આંગણવાડીમાં ૮.૫ કરોડ બાળકો અને ગર્ભવતી મહિલાઓને ચોખા અપાય છે. આવી જ રીતે મધ્યાન્હ ભોજનના રૂપમાં વરસે ૧૦.૪ કરોડ વિદ્યાર્થીઓને ચોખા અપાય છે. અમેરિકા, પનામા અને ફીલીપાઇન્સ સહિત ૭ મોટા દેશોમાં ચોખાને ફરજીયાત ફોટીફાઇડ કરવામાં આવે છે જ્યારે અન્ય ૭ દેશોમાં તે સ્વૈચ્છિક છે. અમુક દેશોમાં તેની આંશિક શરૂઆત થઇ છે. ભારતના પાયલોટ પ્રોજેકટના પરિણામો પણ ઉત્સાહજનક છે.

શુક્ષ્મ પોષક તત્વો (માઇક્રો ન્યુટ્રીઅન્ટસ)ની ઉણપને દૂર કરવા માટે ચોખામાં આયર્ન, ફોલિક એસીડ અને વીટામીન બી-૧૨ને મિકસ કરવામાં આવે છે. આ ફોર્ટીફાઇડ ચોખાને દોઢ વર્ષ સુધી રાખી શકાય છે. ચોખાની મીલોને ઉત્પાદનને ફોર્ટીફાઇડ (પોષણયુકત) કરવાની ક્ષમતા વિકસાવવા બહુ પહેલા જ આદેશ આપી દેવાયા છે. અને આ દિશામાં તબક્કાવાર રીતે કામ ચાલુ છે. આવા ચોખાની તપાસ માટે બધી જગ્યાઓએ લેબોરેટરીઓ પણ સ્થાપિત કરાઇ રહી છે.

(10:16 am IST)