મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : શિવલિંગની જગ્યા સીલ કરીને નમાજ ચાલુ રાખવાનો આદેશ : અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ સમિતિએ વારાણસી કોર્ટના સર્વેક્ષણના આદેશને પડકાર્યો હતો : આગામી સુનાવણી ગુરુવારે

ન્યુદિલ્હી : સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો સર્વોચ્ચ અદાલતમાં, અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ સમિતિએ વારાણસી કોર્ટના સર્વેક્ષણના આદેશને પડકાર્યો હતો.

જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાંથી 'શિવલિંગ' મળી આવે તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. જિલ્લા પ્રશાસનને આદેશ આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે શિવલિંગની જગ્યાને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે, પરંતુ તેના કારણે પ્રાર્થનામાં વિક્ષેપ ન આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, 'આગામી સુનાવણી સુધી અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે જ્યાં શિવલિંગ મળે છે તે જગ્યાની સુરક્ષા કરે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવે.

(5:46 pm IST)