મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

રાષ્‍ટ્રપતિ તો શું રાજપક્ષે પરિવારમાંથી કોઇ સાંસદ પણ નહીં બની શકે : રાનીલ વિક્રમાસિંઘે

શ્રીલંકાના વડાપ્રધાને પોતાને પીએમ બનાવવાના આરોપોનો જવાબ આપ્‍યો

કોલંબો,તા. ૧૭ : શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંધે જણાવ્‍યુ હતુ કે, હાલની પરિસ્‍થિતીમાં રાજપક્ષે પરિવારથી કોઇ સંસદ સભ્‍ય પણ નથી બની શકે તેમ તો ફરીથી રાષ્‍ટ્રપતિ બનવાની વાત જ છોડી દો.

એક ઇન્‍ટરવ્‍યુ  દરમિયાન વિક્રમાસિંધેએ આરોપનો જવાબ આપેલ જેમાં તેમને રાષ્‍ટ્રપતિ રાજપક્ષેએ પોતાના પરિવારને બચાવવા માટે પીએમ નિયુકત કરેલ કે જ્‍યાં સુધી રાજપક્ષે પરિવારનો અન્‍ય કોઇ સભ્‍ય આવનાર રાષ્‍ટ્રપતિની ચૂંટણી લડે.

સર્વપક્ષીય સરકાર બનાવવા માટે પીએમ વિક્રમાસિંધના નિમંત્રણ બાદ એસએલપીપી સરકાર છોડનાર ૧૦ સ્‍વતંત્રણ રાજકીય પક્ષેના સભ્‍યાએ તેનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે નવી સરકારમાં કોઇ પણ મંત્રી પદને સ્‍વીકારવાથી ઇન્‍કાર કર્યો છે. શ્રીલંકાના વિપક્ષી નેતા અને એસજેબી ગઠબંધનના પ્રમુખ પ્રેમદાસાએ કહ્યુ કે, અમે દેશના પુનઃનિર્માણ માટે વિક્રમાસિંધેને કેટલીક શરતો સાથે સમર્થન આપીશું.

શ્રીલંકાના પીએમ વિક્રમાસિંધેએ ગઇ કાલે દશેના નામે સંબોધનમાં શ્રીલંકાઇ એરલાઇન્‍સના ખાનગીકરણનો પ્રસ્‍તાવ મૂકયો હતો. તેમણે જણાવેલ કે, એરલાઇન્‍સ ખૂબ જ નુકશાનીમાં ચાલી રહી છે. અમે ૨૦૨૨ના પ્રસ્‍તાવિક વિકાસ બજેટ માટે એક નયા વૈકલ્‍પીક બજેટ રજુ કરવાની યોજના બનાવી છે. જે સરળ બજેટના રૂપે રજૂ કરવાનો ઇરાદો છે. વિજળીનો એક ચર્તૃથાંસ ભાગ તેલથી ઉત્‍પન્‍ન થાય છે જેથી દૈનિક ૧૫ કલાક સુધી વિજ કાપ પહોંચી શકે છે.

(3:22 pm IST)