મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

બર્ફીલા દક્ષીણ ધ્રુવમાં ૪ મહિનાની રાત શરૂ

પેરીસ તા. ૧૭ : તમે કયારેય વિચાર્યુ છે કે આંતરીક્ષયાત્રીઓ ટ્રેનીંગ માટે કયાં જાય છે? તેમને એન્‍ટાર્કટીકા (દક્ષીણ ધ્રુવ) મોકલવામાં આવે છે, જયાં તેમને બીજા ગ્રહ જેવો અનુભવ થાય છે. આ ટ્રેનીંગ તેમને શીયાળાના ૪ મહિના દરમ્‍યાન અપાય છે. આ ૪ મહિલાના અહી સુર્યના દર્શન નથી થતા  આ બાબતે આ સીઝન ૧૩ મેના સુર્યાસ્‍ત સાથે શરૂ થઇ ગઇ છે. પૃથ્‍વી પર સૌથી દુરના બેઝ ‘‘કોનાકોર્ડીયા''ને સંચાલિત કરનાર યુરોપિયન અવકાશ એજન્‍સીએ કહ્યું છે કે અહી બેઝના૧ર સભ્‍યોના દળ માટે રોમાંચક સમય શરૂ થઇ ગયો છે.
ઇએસએ કહ્યું કે ફ્રેંચ અને ઇટાલીયન રીસર્ચરોની ટીમ ૬ મહિના સુધી બર્ફીલા વિસ્‍તારમાં આઇસોલેશનમાં રહેશે. માણસ અત્‍યધિક અલગાવમા઼ રહેવાનો સામનો કેવી રીતે કરે છે.તે સમજવા માટે તેઓ પોતા પર બાયોમેડીકલ પ્રયોગો કરશે ઉંઘવાની પેટર્ન, મગજ અને શરીરીક તંદુરસ્‍તી પર અસર વગેરે માપવામાં આવશે.
કોનકોર્ડીયા સ્‍ટેશન પર ઉષ્‍ણતામાન માઇનસ ૮૦ ડીગ્ર
કોનકોર્ડીયા બેઝ સ્‍ટેશન પૃથ્‍વીના દક્ષીણ ધ્રુવથી થોડા કીલોમીટર જ દુર છે અહી ઘોર અંધારમાં ઉષ્‍ણતામાન માઇનસ ૮૦ ડીગ્રી સુધી પહોંચી જતુ હોય છે શીયાળાના આ ૪ મહિનામાં અહી કોઇ સપ્‍લાય નથી પહોંચાડી શકાતો કે લોકોને પણ નથી લાવી શકાતા અહી રહેનારને ક્રોનીક હાઇપોબેરીક હાઇપોકસીયા અથવા મગજમાં ઓકસીઝનની કમીનો અનુભવ થઇ શકે છ.

 

(11:56 am IST)