મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

વીએ પુણેમાં 5.92 જીબીપીએસની રેકોર્ડ ડાઉનલોડ સ્‍પીડ હાંસલ કરી

એરિકસ્‍નનો ન્‍યુ રેડિયો ડયુઅલ-કનેકટિવિટી (એનઆર-ડીસી) સોફટવેરનો ઉપયોગ કરીને લેટેસ્‍ટ સ્‍પીડહાંસલ થઇ હતી.

રાજકોટઃ વોડાફોન આઇડીયા (વી) અને એરિકસ્‍સન (NASDAQ: ERIC)એ 5.92 જીબીપીએસ ની સૌથી વધુ ડાઉનલોડ સ્‍પીડ પ્રદશિૅત કરીને હાલ ચાલુ ૫જી પરીક્ષણો દરમિયાન ટેકનોલોજીકલ સીમાચિホ હાંસલ કરવાની જાહેરાત કરી હતી. વીએ નવી રેકોર્ડ સ્‍પીડ સ્‍વતંત્ર માળખા અને એનઆર-ડીસી (ન્‍યુ રેડિયો-ડયુઅલ કનેકિટવિટી) સોફટવેર માટે એરિકસ્‍સન મેસિવ મિમો રેડિયો, એરિકસ્‍સન કલાઉડ નેટિવ ડયુઅલ મોડ 5જી કોરનો ઉપયોગ કરીને મિડ-બેન્‍ડ અને હાઇ-બેન્‍ડ (એમએમવેવ) 5જી ટ્રાયલ સ્‍પેકટ્રમ પર હાંસલ કરી હતી.
5જી સ્‍વતંત્ર એનઆર-ડીસી સોફટવેર સાથે એનાં વાણિજિયક નેટવર્ક પર 5જી સ્‍થાપિત થયા પછી ઉપભોકતાઓ અને ઉદ્યોગસાહસો માટે વી લેટેન્‍સી-સેન્‍સિટિવ અને અતિ કાર્યદક્ષ ઉપયોગિતા પ્રદાન કરી શક છે, જેમકે એઆર/ વીઆર અને કેક વીડિયો સ્‍ટ્રીમિંગ તેમજ નવીન યુઝ કેસો અગાઉ પૂણેમાં પોતાના 5જી પરીક્ષણો અને યુઝ કેસો દર્શાવવા દરમિયાન વીએ ૪જીબીપીએસથી વધારે સ્‍પીડ પ્રદર્શિત કરી હોવાનું એક યાદીમાં જણાવ્‍યુ છે.
વીએ એના યુઝર્સ માટે ઉજ્જવળ ભવિષ્‍ય માટે નવી ટેકનોલોજીઓ અને જોડાણોના ઉપયોગ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યુ છે. જે કંપનીન પૂણે અને ગાંધીનગરમાં ઉદ્યોગસાહસો અને નાગરિકોને સ્‍માર્ટર બનાવવા 5જી પરીક્ષણો દરમિયાન 5જીના યુઝ કેસની વિવિધ રેન્‍જ પ્રદર્શિત કરવા તરફ દોરી ગયુ છે.
એરિકસ્‍સ્‍નમાં વી કસ્‍ટમર યુનિટના વાઇસ પ્રેસિડન્‍ટ અને હેડ અમરજીત સિંઘે ક હ્યુ હતુ કે,‘‘ એરિકસ્‍સનના ૫જી સ્‍વતંત્ર એનઆર-ડીસી સોફટવેર અને કલાઉડ-નેટિવ ડયુઅલ-મોડ'' 5જી કારનો ઉપયોગ કરીને 5.92 જીબીપીએસની ડાઉનલોડ સ્‍પીડનું આ ટેકનોલોજી સીમાચિホ ભારતની એમએમવેવ સાથે સ્‍વતંત્ર ધોરણે૫જીમાં પરિવર્તનની સફરનું પ્રતિનિધિત્‍વ કરે છે. અમારા 121 લાઇવ નેટવર્કમાં આંતરરાષ્‍ટ્રીય ૫જી ટેકનોલોજીની સ્‍થાપનાને આધારે અમને ખાતરી છે કે અમે વી જેવા ગ્રાહકોને તેમના નેટવર્કને ૫જીમાં બદલવામાં મદદરૂપ થઇ શકીએ.
એરિકસ્‍સન મોબિલિટી રિપોર્ટની નવેમ્‍બર, 2021ની એડિશનમાં જણાવ્‍યા મુજબ, ભારતનાં વર્ષ ૨૦૨૭ સુધી તમામ મોબાઇલ સબસ્‍ક્રિપ્‍શનમાં ૩૯ ટકા હિસ્‍સો ૫જીનો હશે એવી અપેક્ષા છે. દુનિયાભરમાં વર્ષ 2027 સુધી ૫જી મુખ્‍ય મોબાઇલ બની જવાના માર્ગે અગ્રેસર છે. આ સમયગાળા સુધી દુનિયાભરમાં તમામ મોબાઇલ સબસ્‍ક્રિપ્‍શનમાં 5જી આશરે 50 ટકા હિસ્‍સો ધરાવશે એવી ધારણા છે-જે દુનિયાની 75 ટકા વસ્‍તીને આવરી લેશે અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍માર્ટફોનમાં 62 ટકા હિસ્‍સો ધરાવશે

 

(11:07 am IST)