મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

વડાપ્રધાન મોદીએ લુમ્બિનીમાં કહ્યું-નેપાળ વગર તો અમારા ભગવાન રામ પણ અધૂરા

પીએમ મોદીએ ભગવાન બુદ્ધને યાદ કરતા કહ્યું કે, બુદ્ધ બોધ પણ છે અને શોધ પણ છે. વિચાર પણ છે અને સંસ્કાર પણ છે

નેપાળના લુમ્બિનીમાં વડાપ્રધાન મોદીએ બુદ્ધ પુર્ણિમા પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને બંને દેશોના સંબંધને હિમાલય જેવો અટલ અને ઉંચો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશના નાગરીક તેને વધુ મજબૂત બનાવવાની સાથે નવી ઉંચાઈ પર લઈ જશે. ભારત નેપાળના વિકાસમાં ખભાથી ખભો મેળવીને કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ ભગવાન બુદ્ધને યાદ કરતા કહ્યું કે, બુદ્ધ બોધ પણ છે અને શોધ પણ છે. વિચાર પણ છે અને સંસ્કાર પણ છે. મહાત્મા બુદ્ધ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તેમણે માત્ર ઉપદેશ નહીં પરંતુ માનવતાને જ્ઞાનની અનુભૂતિ કરાવી છે.

પીએમ મોદીએ લુમ્બિનીમાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે નેપાળ વગર તો અમારા ભગવાન રામ પણ અધૂરા છે. જો ભારતમાં રામ મંદિર બની રહ્યું છે તો તેનાથી નેપાળના લોકો પણ ખુશ છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણી સંયુક્ત વિરાસત, સંયુક્ત સંસ્કૃતિ અને સંયુક્ત પ્રેમ છે એ જ આપણી મૂડી છે.

તે જેટલી સશક્ત હશે તેટલા જ આપણે દુનિયાને બુદ્ધનો સંદેશ પહોંચાડી શકીએ. આજે જે રીતે વિશ્વમાં સ્થિતિ બની રહી છે તેમાં ભારત અને નેપાળના ઘનિષ્ઠતા સંપૂર્ણ માનવતાના હિતમાં કામ કરશે. જેમાં ભગવાન બુદ્ધ પ્રત્યે આપણા બંને દેશોની આસ્થા એક સૂત્રમાં જોડે છે. એક પરિવારને સભ્ય બનાવે છે

(1:02 am IST)