મુખ્ય સમાચાર
News of Monday, 16th November 2020

ચીનનો નવો પેતરો : પહેલા ભારત હટાવે પોતાની સેના

નવી દિલ્હી : પૂર્વી લડાખમાં તનાવ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ચીને નવો પેતરો શરૂ કર્યો છે. પહેલા ભારત પોતાની સેના હટાવી લ્યે તેવી હઠ પકડી છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સનું કહેવુ છે કે ચીન અને ભારત વચ્ચે સેના તથા હથિયારો પાછળ ખસેડવા સહમતિ થઇ ચુકી છે. બન્ને દેશો વારા ફરતી સૈનિકો હટાવવાની યોજના પર રાજી થઇ ગયા હતા. ત્યાં વળી ચીને પહેલા ભારત સેના પાછળ ખસેડે તેવી હઠ પકડતા ફરી મામલો ગોટે ચડયો છે. ભારતે સૌથી પહેલા પેîગોન્ગ જીલ્લાના દક્ષિણ કીનારે સેના ઉતારી હતી ઍટલે તે જ સેના હટાવવાની શરૂઆત કરે તેવો આગ્રહ રખાઇ રહ્ના છે. પૂર્વ લડાખમાં જુદા જુદા વિસ્તારોમાં ભારતે ૫૦ હજારથી વધુ જવાનો તૈનાત કર્યા છે અને સામે ચીને પણ ઍટલી જ સેના ખડકી છે.

(1:19 pm IST)