મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

પદ્મ વિભૂષણ વિદુષી કપિલા વાત્સાયનનું 91 વર્ષની વયે નિધન

તેમણે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે થઈને પોતાનું આખુ જીવન સમર્પિત કર્યું હતું

નવી દિલ્હી : દિલ્હીમાં 25 ડિસેમ્બરે જન્મેલા પદ્મ વિભૂષણ વિદુષી કપિલા વાત્સાયનનું સવારે 9 કલાકે ગુલમહોર એનક્લેવ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયુ છે. તેમના નિધનથી કલા જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ 91 વર્ષના હતા. વર્ષોથી એકાકી જીવન જીવતા હતા.તેઓ હિંદી સાહિત્યના યશસ્વી દિવંગત સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સાયન 'અજ્ઞેય'ના પત્ની હતા.

સાઠના દાયકાથી પતિથી અલગ થઈ તેઓ એકાંકી જીવન વ્યતિત કરતા હતા. તેમણે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે થઈને પોતાનું આખુ જીવન લગાવી દીધુ હતું. કપિલા વાત્યસ્યાયનની શિક્ષણ દિલ્હી યુનિવર્સિટી, અમેરિકાના મિશિગન યુનિવર્સિટી અને બનારસ હિંન્દુ યુનિવર્સિટીમાં થયુ છે. તેઓ પ્રખ્યાત નર્તક શંભૂ મહારાજ અને ઈતિહાસકાર વાસુદેવ શરણ અગ્રવાલના પણ શિષ્ય રહ્યા છે.

 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંસ્થાપક, સંગીત નાટક એકેડમી, લલિત કલા અકાદમીથી ફેલોશિપ અને તેમના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સુસજ્જિત કપિલાનું સમગ્ર જીવન લોકો માટે આદર્શ બન્યુ છે. થોડા સમય પહેલા સુધી તેઓ ઈન્ડિયા ઈંન્ટરનેશનલના એશિયા પ્રોજેક્ટના અધ્યક્ષ પણ રહ્યા છે.

વર્ષ 2006માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને આ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. જો કે, ફરી એક વાર તેમને આ પદ માટે પસંદ કરાયા હતા.

 બપોરે બે કલાકે કોવિડ પ્રોટોકલને ધ્યાને સમિતિના લોકોની હાજરીમાં લોધી શ્મશાન ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

(6:46 pm IST)