મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

રાષ્ટ્રિય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે મુલાકાતી પરિષદને રાષ્ટ્રપતિ સંબોધન કરશે

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકએ ટ્વીટ કરીને આભાર માન્યો

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વર્ચ્યુઅલ માધ્યમથી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ (એનઇપી -2020)' પર 19 સપ્ટેમ્બરે મુલાકાતી પરિષદને સંબોધન કરશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકએ ટ્વિટ કર્યું હતુ કે, 'તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આભાર માન્યો હતો, અને 'ગવર્નર કોન્ફરન્સ' અને 'રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2020' માં તેમના માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો.

તેમણે કહ્યુ કે, 'રાષ્ટ્રપતિ ભવનમાં કોવિંદ સાથેની મુલાકાત દરમિયાન તેમને 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ (એનઇપી -2020)' પર મુલાકાતી પરિષદ માટે આમંત્રણ પણ અપાયુ હતુ.'

તેમણે જણાવ્યુ હતુ કે, 'દેશના સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિઓ, આઈઆઈટી, આઇઆઇઆઇટી, એનઆઈટી, આઈઆઈએમના ડાયરેક્ટર સહિતની તમામ ઉચ્ચ સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે, અને નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગ મોકળો કરશે.'

(6:38 pm IST)