મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

હિન્દી ભાષાના મુળીયા મજબૂત કરતા અમિતભાઇ

ગૃહમંત્રાલયનો ચાર્જ સંભાળ્યા બાદ જ અધિકારીઓને સંદેશો આપી દીધો હતો કે ઓફિસનું તમામ કામકાજ હિન્દીમાં જ થવું જોઇએ : હિન્દી દિવસે ત્રણ ટવીટ પણ કર્યા હતાં

નવી દિલ્હી, તા.૧૬ : હાલમાં જ હિન્દી દિવસ ગયો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના મહામારી વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા ટ્વીટ દ્વારા દેશવાસીઓને હિન્દી દિવસની શુભેચ્છાઓ આપતા એવા લોકોને ધન્યવાદ પણ આપ્યા જે હિન્દી ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા ગૃહપ્રધાન અમિતભાઇ શાહના એક પછી એક ત્રણ ટ્વીટ હિન્દી દિવસ બાબતે આવ્યા, જેમાં તેમણે ભારતીય સંસ્કૃતિના અતુટ અંગ તરીકે હિન્દીને ગણાવી એટલું જ નહીં આઝાદી લડાઇથી માંડીને ભારતને એકતાના સુત્રમાં પરોવવા સુધીમાં હિન્દી જ મહતાની વાત કરી હતી.

એટલું જ નહીં, જયારે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમ્યાન દુરદર્શન પર તેમનો એક રેકોર્ડેડ સંદેશ પણ પ્રસારીત થયો હતો. તેમણે પોતાના સંદેશમાં સરકારી ભાષા તરીકે હિન્દીના વિકાસ માટે ટેકનીકના ઉપયોગની વાત કરી. આ બાબતે રાજભાષા નિર્દેશાલય તરફથી વિકસીત કરાયગેલ રહેલ ઇ-સરલ રાજભાષા કોષની ચર્ચા કરી, સાથે જ ઇ-પત્રિકા પુસ્તકાલય અને ઇ-વેબ કોન્ફરન્સીંગ ટેકનીકનો ઉપયોગ હિન્દીના વિકાસ માટે કરવા બાબતે ધ્યાન દોર્યું. પહેલી નજરે તો ગૃહપ્રધાન તરીકે અમિતભાઇ શાહનો આ સંદેશ હિન્દી દિવસની એક રસમ પૂરી કરવા જેવો લાગે, પણ સત્ય તેનાથી ઘણું અલગ છે.

સત્ય એ છે કે અમિતભાઇએ બહુ આયોજનપૂર્વક હિન્દીના ઉપયોગને પોતાના મંત્રાલયના કામકાજમાં વધાર્યો છે. ર૦૧૯માં કેબીનેટમાં ગૃહપ્રધાનનો હોદ્દો સંભાળતા જ અમિભાઇ શાહના હિન્દી પ્રેમની માહિતી તેમના મંત્રાલયના લોકોને તરત મળવા લાગી. રાજભાષા નિર્દેશાલય ઓફીશ્યલી ગૃહ વિભાગમાં આવે છે, પણ અમિતભાઇનું હિન્દી માટે ભાર મૂકવું સાંકેતિક નથી પણ હિન્દી બાબતે તેઓ બહુ ગંભીર છે.

ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળતા જ પોતાના હેઠળના અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા કે તેમની પાસે આવનાર બધી ફાઇલોમાં નોટીંગ હિન્દીમાં જ થયા. એટલું જ નહીં કોઇપણ મીટીંગ માટેનું જે બ્રીફીંગ એટલે સંક્ષીપ્ત વિવરણ બને તે હિન્દીમાં હોવું જોઇએ. આ આગ્રહ ફકત સંસદમાં મંત્રાલય સંબંધિત વાતોની માહિતી માટે જ નહીં પણ મંત્રાલયના આંતરિક કામકાજમાં પણ અમલી બને.

(3:07 pm IST)