મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

સરહદે તંગદિલી વચ્ચે ચીને ભારતને આપી ૫૭૧૪ કરોડની લોન

ચીનની બેંક એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે લોન કરી મંજુર

નવી દિલ્હી,તા. ૧૬: ભારત અને ચીન વચ્ચે સરદહ પર તણાવ ચાલુ છે. પણ તેમ છતાં ચીને ભારતને હજારો કરોડ રૂપિયાની લોન આપી છે. બેૈજીંગ સ્થિત એશીયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઇઆઇબી) એ ભારતને ૭૫ કરોડ ડોલર (લગભગ ૫૭૧૪ કરોડ રૂપિયા)ની લોનને મંજુરી આપી છે.

આ લોન સરકારને ગરીબ અને નબળા પરિવારો માટે કોરોના વિરૂધ્ધની લડાઇને મજબુત કરવામાં મદદ કરવા માટે અપાઇ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના સહયોગથી અપાનારી આ લોન અસંગઠિત ક્ષેત્રોના ધંધામાં મદદ, જરૂરિયાત મંદોની સામાજીક સુરક્ષા વધારવા અને દેશની આરોગ્ય સેવાઓને મજબુત બનાવવામાં મદદ કરશે.

(2:43 pm IST)