મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

PMOના અધિકારીઓ, રાજયોનાં DGP-મુખ્ય સચિવો સહિત ૩૭૦ લોકો રડારમાં

ચીન જાસૂસીકાંડમાં નવો ઘટસ્ફોટ

નવી દિલ્હી,તા.૧૬ : પીએમ મોદી સહિત ભારતીય લોકોની જાસૂસીકાંડમાં દિન પ્રતિદિન નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પીએમ મોદી, સરકારી બાબુઓ, બિઝનેસમેન બાદ હવે લિસ્ટમાં નવા નામોનો ઉમેરો થયો છે. અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ચીન વડા પ્રધાન કાર્યાલયના અધિકારીઓ, રાજયોનાં ડીજીપી અને મુખ્ય સચિવો સહિત ૩૭૦થી પણ વધારે લોકોની જાસૂસી કરી રહ્યું છે. એટલું જ નહીં એવી પણ માહિતી સામે આવી છે કે ચીન ૬૦૦૦ આર્થિક અપરાધીઓની પણ જાસૂસી કરી રહ્યું છે. જેમાં આઈપીએલમાં સટ્ટો રમાડનારથી માંડીને મોબાઈલ ચોરો સુધીની પણ જાસૂસી કરી રહ્યું છે. આ મામલે ભારતીય સંસ્થા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ચીન PMOનાં અધિકારીઓ, રાજયના મુખ્ય સચિવ, રાજયોનાં ડીજીપી, મુખ્ય સતર્કા આયોગ, વિદેશ વિભાગનાં અધિકારીઓ, વિત્ત્। મંત્રાલયના અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ચીન PMOના અડધા ડઝનથી પણ વધારે અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. જે સીધા પીએમ મોદી હેઠળના મંત્રાલયોમાં કામ કરે છે. એટલું જ નહીં, ચીન ઓછામાં ઓછા ૨૩ મુખ્ય સચિવ અને ૧૫ ડીજીપીની પણ જાસૂસી કરી રહ્યું છે. આ નોકરશાહો મુખ્ય રીતે પ્રાકૃતિક સંસાધનો, શહેરી વિકાસ, વિત્ત્।, કાનૂન વ્યવસ્થા સહિતના વિભાગોમાં કામ કરે છે.

પહેલાં દિવસે અંગ્રેજી અખબારના ખુલાસા પ્રમાણે ચીન પીએમ મોદી સહિત રાજયોના મુખ્યમંત્રીઓ, સાંસદો સહિતના ૧૦ હજારથી પણ વધુ લોકોની જાસૂસી કરી રહ્યું છે. બીજા દિવસે ભારતમાં સ્ટાર્ટઅપ અને સફળ બિઝનેસ કંપનીઓ જેવી કે રિલાયન્સ સહિતની કંપનીઓમાં પણ ચીની કંપની દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. ત્યારે ન ફકત સરકાર અને બિઝનેસ આ ઉપરાંત ચીન આર્થિક ગુનેગારોની પણ જાસૂસી કરી રહ્યું છે. જેમાં આઈપીએલમાં સટ્ટો રમાડનારથી માંડી મોબાઈલનો ફોન ચોરનાર લોકોની પણ જાસૂસી કરી રહ્યું છે.

ચીનની કંપની શેનઝેન ઈન્ફોટેક અને ઝેન્હુઆ ઈન્ફોટેક આ જાસૂસીને અંજામ આપી રહ્યું છે. શેનઝેન ઈન્ફોટેક કંપની આ જાસૂસી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર માટે કરી રહી છે. આ કંપનીનું કામ બીજા દેશો પર નજર રાખવાનું છે.

(11:35 am IST)