News of Wednesday, 16th September 2020
રાજકોટમાં કોરોનાનો કુલ આંક 4600ને પાર: સાંજે વધુ 47 સહિત આજે કુલ 94 કેસ નોંધાયા
રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 47 અને બપોરે 47 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 94 કેસ નોંધાતા કુલ કેસ 4632 થયા છે.
આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 47 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા
કુલ કેસ 4632થયા. હાલ 1332 દર્દીઓ સારવાર હેઠળ છે.આજ સુધીમાં કોવિડ ડેથ 86 થયા છે.
(12:00 am IST)