મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

17 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 70 મા જન્મદિવસ નિમિતે અમેરિકાના ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સની શુભેચ્છા : સતત બીજી ટર્મમાં જંગી બહુમતીથી વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવેલા શ્રી મોદીની ઐતિહાસિક સિદ્ધિઓ બિરદાવી અભિનંદન પાઠવ્યા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ 70 મો જન્મદિવસ છે.ગુજરાતના વડનગર ગામે  1950 ની સાલમાં તેમનો જન્મ થયો હતો.

એક સામાન્ય ચાયવાલા માંથી દેશના વડાપ્રધાન પદે પહોંચી શકેલા શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી સખત પુરુષાર્થ અને લોકપ્રિયતાનું પ્રતિક છે.વડાપ્રધાન તરીકે સતત બીજી ટર્મ ચૂંટાઈ આવનાર તેઓ દેશના 14 મા વડાપ્રધાન છે.જેઓ વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે.તેઓ 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014 દરમિયાન ગુજરાતના 14 મા મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

જન્મભૂમિ વડનગરમાં બાળપણ અને યુવાવસ્થા વિતાવી .રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા .તથા દેશસેવાના સંકલ્પ સાથે ઘરબાર છોડી નીકળી પડ્યા.

પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીએ 1975 થી 1977 ની સાલ દરમિયાન દેશમાં લાદી દીધેલી કટોકટી દરમિયાન તેમણે ભૂગર્ભમાં રહી કામગીરી બજાવી હતી.તેઓ આર.એસ.એસ.ના પ્રચારક બની ગયા હતા.બાદમાં 1985 ની સાલમાં ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયા.અને ત્યારપછી તેમણે બી.જે.પી.આયોજિત એક પછી એક કાર્યક્રમોમાં સક્રિય યોગદાન આપવાનું શરૂ કરી દીધું .તથા લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં દેશની સળગતી સમસ્યાઓના નિરાકરણ માટે જોડાઈ જઈ મોટું યોગદાન આપ્યું .

ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ સમયે થયેલા ગોધરા કાંડ વખતે ફાટી નીકળેલા  કોમી રમખાણ ડામી દેવામાં તેમણે સફળતા મેળવી તથા સુપ્રીમ કોર્ટે પણ તેમને આ અંગે તેમના ઉપર થયેલા આક્ષેપોમાંથી ક્લિનચીટ આપી દીધી .

2014 ની સાલમાં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તેઓએ અનેક ઐતિહાસિક ગણી શકાય તેવી સિદ્ધિઓ મેળવી જેમાં તીન તલ્લાક નાબુદી ,જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ રદ કરવી ,તથા તેમના કાર્યકાલ દરમિયાન અયોધ્યામાં રામમંદિર નિર્માણનો ચુકાદો ,સહીત લાબું લિસ્ટ છે.તેઓએ જુદા જુદા દેશોની મુલાકાત લઇ ભારતના વિદેશો તથા મહાસત્તાઓ સાથેના સબંધો દ્રઢ બનાવ્યા .અમેરિકામાં પણ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું .

હાલમાં 70 વર્ષની ઉંમરે પણ તેઓ સતત 16 થી 18 કલાક કામ કરે છે.તેમના પૂજ્ય માતુશ્રી 100 વર્ષીય હીરાબાના  આશીર્વાદ અને પ્રેરણા તેમને સતત મળતા રહે છે.
શ્રી નરેન્દ્રભાઈના 70 મા જન્મદિને ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટીકટ દ્વારા પ્રસિદ્ધ કરાતા દ્વિ સાપ્તાહિક ડાયસ્પોરાના માધ્યમથી તેમને શુભેચ્છા પાઠવાઈ છે.

(1:04 pm IST)