ક્રૂડની કિંમત ત્રણ વર્ષની ટોચે પહોંચી :છ મહિનામાં ભાવમાં 57 ટકાનો ઉછાળો
આયાતકર્તા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા ;મોંઘવારી વધવાની દહેશત
નવી દિલ્હી ;ક્રૂડતેલના ભાવમાં ભડકો થયો છે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં એકધારો વધારો થઇ રહયો છે અને ક્રૂડની કિંમત ત્રણ વર્ષની ટોચે પહોંચી છે ક્રૂડના ભાવમાં છેલ્લા છ મહિનામાં 57 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે જેના કારણે ક્રૂડની આયાતકર્તા દેશોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છેઅને ક્રૂડની આયાત કરતા દેશોની ચિંતા વધી રહી છે.
આજે સોમવારે બ્રેન્ટ ક્રુડની કિંમત ઊછળીને 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. કારોબાર દરમિયાન ક્રુડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ થઇ છે.જેના પગલે પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા બન્યા છે. આ અગાઉ વર્ષ 2014માં ક્રુડ આ સ્તરે પહોંચ્યું હતું.ક્રુડની કિંમતમાં.છેલ્લા છ માસની વાત કરીએ તો ક્રુડની કિંમતમાં 57 ટકાથી વધુ તેજી આવી ચૂકી છે. જૂનમાં ક્રુડની કિંમત 44.48 ડોલર પ્રતિ બેરલ પર હતી...