‘‘મિસ કેલિફોર્નિયા USA ૨૦૧૮'' : ૩ ડિસે. ના રોજ યોજાયેલી સ્પર્ધામાં ‘‘ટોપ ફાઇવ'' માં સ્થાન મેળવતી ૩ ઇન્ડિયન અમેરિકન યુવતિઓ : ત્રીજા ક્રમે ફેશન મોડેલ જસકિરન કૌર, પાંચમા ક્રમે ગઝલ ગિલ તથા ટિન સ્પર્ધામાં મિશા પટેલ
કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૩ ડીસે. ૨૦૧૭ ના રોજ યોજાયેલી ‘‘મિસ કેલેફોર્નિયા USA ૨૦૧૮'' સ્પર્ધામાં ૩ ઇન્ડિયન અમેરિકન યુવતિઓએ પાંચમો ક્રમાંક સુધીમાં સ્થાન મેળવ્યું છે.
સેકન્ડ રનર્સ અપ એટલે કે ત્રીજા ક્રમે લાગુના બિચનું પ્રતિનિધિત્વ કરાવી ફેશન મોડલ જસકિરન કૌર એ સ્થાન મેળવ્યું હતું.
જયારે ‘‘મિસ ગ્રેટર બે એરિયા ૨૦૧૮'' વિજેતા બનેલી સ્પર્ધક ગઝલ ગિલએ ચોથા રનર્સ અપ એટલે કે પાંચમા ક્રમે સ્થાન મેળવ્યું હતું.તેમજ ટિન સ્પર્ધામાં ‘‘મિસ ઓરેન્જ કાઉન્ટી ટીન ૨૦૧૮'' સ્પર્ધા વિજેતા બનેલી મિશા પટેલએ ટોપ ફાઇમાં સ્થાન મેળવ્યું હતું.
આમ પાંચમા ક્રમ સુધીમાં સ્થાન મેળવનાર ઉપરોકત ૩ ઈન્ડિયન અમેરિકન યુવતિઓ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય ભારતીય ગ્રુપની યુવતિઓમાં ‘‘મિસ ફલ્લેરટોન ટિન USA ૨૦૧૮'' વિજેતા હેન્ના સંઘવી મિસ મિસન બે ૨૦૧૮ વિજેતા હરલિન ધાલીપાલ તથા ‘‘મિસ સાઉથ સાન ફ્રાન્સિસ્કો ૨૦૧૮'' વિજેતા રિતિકા પાબલાનો સમાવેશ થતો હતો.