મુખ્ય સમાચાર
News of Tuesday, 15th September 2020

મારા દેશના યુવાઓને બોદા નહીં થવા દઉં પછી ભલે મારો જીવ જાયઃ જયા બચ્‍ચનના નિવેદન બાદ ભાજપ સાંસદ રવિ કિશનનો પલટવાર

નવી દિલ્હી: બોલિવુડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળ પર રાજ્યસભામાં આજે સપા સાંદ જયા બચ્ચનના નિવેદન પર હોબાળો મચી ગયો. ભાજપના સાંસદ રવિ કિશને તેમના નિવેદન પર પલટવાર કર્યો. રવિ કિશને કહ્યું કે મારા દેશના યુવાઓને બોદા નહીં થવા દઉ પછી ભલે મારો જીવ જાય.

રવિ  કિશને કહ્યું કે જયાજી પાસેથી આવી આશા નહતી. હું સેન્ટ્રલ હોલમાં તેમને પગે લાગુ છું. અમને લાગ્યું હતું કે તેઓ સમર્થન આપશે. દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક યોજના હેઠળ ખતમ કરવામાં આવી રહી છે. જયાજીએ મારું વકતવ્ય સાંભળ્યુ જ નથી. આપણે આ ઈન્ડસ્ટ્રીને બચાવવાની છે.

તેમણે આગળ કહ્યું કે અમે આ અવાજ ઉઠાવી રહ્યા છીએ તો હું ઈચ્છતો હતો કે મારા સીનિયર્સ સાથ આપે. પછી ભલે તેઓ અલગ પાર્ટીના હોય પણ મારા દેશના યુવાઓને બોદા કરી શકે નહીં, હું બોદા નહીં થવા દઉ પછી ભલે મારો જીવ જતો રહે.

રવિ કિશને કહ્યું કે આ હજારો કરોડનો બિઝનેસ છે. કાલે મે અવાજ ઉઠાવ્યો અને મારા સપોર્ટની જગ્યાએ મને ઉતારી પાડવામાં આવ્યો. હું એ જ છું કે જ્યારે મારી પાસે એક પણ ફિલ્મ નહતી ત્યારે જેણે કહ્યું હતું કે 'જિંદગી ઝંડ બા ફિર ભી ઘમંડ બા'.

તેમણે વધુમાં કહ્યું કે હું ધીરે ધીરે કરીને ઉપર આવ્યો છું. મેં થાળીમાં છેદ કર્યો નથી. એક સાધારણ પુરોહિતનો દીકરો છું અને કોઈ પણ સપોર્ટ વગર આજે આ જગ્યાએ પહોંચ્યો છું. મેં 650 ફિલ્મો કરી છે. હું યોગીજીનો હ્રદયપૂર્વક આભાર માનું છું. તેમણે સારું કામ કર્યું છે.

વાત જાણે એમ છે કે જયા બચ્ચને ડ્રગ્સ મામલે આવી રહેલા નિવેદનો પર બોલિવુડની બદનામીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકસભામાં રવિ કિશન દ્વારા સોમવારે અપાયેલા નિવેદનનો જવાબ આપતા કહ્યું કે લોકો બોલિવુડને બદનામ કરવામાં લાગ્યા છે. અનેક દિવસથી બોલિવુડને બદનામ કરાઈ રહ્યું છે. કેટલાક એવા લોકો છે જેઓ જે થાળીમાં ખાય છે તેમા જ છેદ કરે છે. આ ખોટી વાત છે.

(4:40 pm IST)