મુખ્ય સમાચાર
News of Monday, 15th August 2022

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્વતંત્રતા દિવસ સમારંભ પર રાજ્યમાં નિચલી અદાલતોનો બોઝ ઘટાડવા માટે મોટી જાહેરાતઃ નિચલી કોર્ટનું ભારણ ઘટાડવા માટે 1 લાખ કેસ પાછા ખેંચશે

અમે આપણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાનથી પ્રેરિત થવામાં મદદ કરીશ, તેના માટે આ વર્ષે 1000 યુવાનોને શૈક્ષણિક રીતે સેલ્યુસલ જેલમાં મોકલીશુંઃ હિમંત બિસ્વા

નવી દિલ્‍હીઃ   આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્વતંત્રતા દિવસ સમારંભ પર રાજ્યમાં નિચલી અદાલતોનો બોઝ ઘટાડવા માટે મોટી જાહેરાત કરી છે.

સીએમ હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, અસમ સરકાર નિચલી અદાલતો પર બોઝ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પોસ્ટ સહિત એક લાખ નાના કેસોને પાછા લેશે.

તેમણે કહ્યું કે, સરકારે 14 ઓગસ્ટ 2021ની મધ્ય રાત્રિથી પહેલા નોંધાયેલ મામૂલી કેસોને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી ન્યાયપાલિકા દુષ્કર્મ અને હત્યા જેવા વધારે જઘન્ય અપરાઘ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આસામને ભારતનુ અભિન્ન અંગ ગણાવતા સરમાએ કહ્યું કે, જે લોકો હાલમાં પણ સંપ્રભુતાને સપના જોઈ રહ્યા છે, તેમને વાર્તાના ટેબલ પર આવવું જોઈએ. તેમણે ઉગ્રવાદી ગ્રુપ ઉલ્ફા અને એનએસસીએનને પ્રત્ય રીતે મેસેજ આપતા કહ્યું કે, સંપ્રભુતા પર સમાધાનની કોઈ શક્યતા નથી અને આસામ ક્યારેય પણ ભારતને છોડશે નહીં.

હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, અમે આપણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાનથી પ્રેરિત થવામાં મદદ કરીશ, તેના માટે આ વર્ષે 1000 યુવાનોને શૈક્ષણિક રીતે સેલ્યુસલ જેલમાં મોકલીશું. તેમણે કહ્યું કે, મોદીજીનુ આહ્વાન છે કે, આગામી 25 વર્ષ અમૃત કાળ તરીકે ઉજવી રહ્યા છીએ અને માતૃભૂમિ માટે પ્રગતિને લઈને મનથી કામ કરીએ.

(2:30 pm IST)