મુખ્ય સમાચાર
News of Thursday, 15th July 2021

ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ કેસના કથિત આરોપી નવનીત કાલરાએ ઇન્ડિયા ટુડેને લીગલ નોટિસ પાઠવી : પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોતાના વિરુદ્ધ કરેલા આરોપો બદલ માફી માંગો : જો માફી નહીં માંગો તો 5 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડીશ : 29 મે 2021 થી જામીન ઉપર છૂટેલા કાલરાની 16 મે 2021 ના રોજ ધરપકડ થઇ હતી

ન્યુદિલ્હી : ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ  કેસના કથિત આરોપી નવનીત કાલરાએ ઇન્ડિયા ટુડેને લીગલ નોટિસ પાઠવી છે.જેમાંપ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોતાના વિરુદ્ધ કરેલા આરોપો બદલ માફી માંગવા જણાવ્યું છે.અને જો માફી ન માંગે તો  5 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડવાની ચીમકી આપી છે.

કાલરાએ આપેલી નોટિસમાં ઇન્ડિયા ટુડેને જણાવ્યું છે કે તમે તમારી ચેનલમાં હું ગુનેગાર હોઉં તેવી તીખી તમતમતી ભાષામાં મારા વિરુદ્ધ એક કરતા વધુ વખત પ્રસારણ કર્યું છે. તેમજ પ્રિન્ટ મીડિયામાં પણ મારી બદનક્ષી થાય તેવા આરોપો કર્યા છે. તેથી મારી આબરૂ ખરડાઈ છે. જે બદલ તમે માફી નહીં માંગો તો હું તમારા વિરુદ્ધ 5 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડીશ .

ઉલ્લેખનીય છે કે દિલ્હીની ખાન માર્કેટમાં ખાન ચાચા તથા ટાઉન હોલ રેસ્ટોરન્ટસ ધરાવતા કાલરાની ગુરુગ્રામ ખાતે આવેલા તેના બ્રધર ઈન લો ના ફાર્મ હાઉસ ખાતેથી 16 મે 2021 ના રોજ ધરપકડ કરાઈ હતી.કાલરાની માલિકીના ખાન ચાચા તથા અન્ય રેસ્ટોરન્ટ્સમાંથી ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ મળી આવતા એસેન્શીઅલ કોમોડિટીઝ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 29 મે 2021 ના રોજ તેમનેજામીન ઉપર મુક્ત કરાયા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)