મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

પૈગમ્બર સાહેબના કાર્ટૂન સબબ પાકિસ્તાનમાં ભારે હિંસા : ૭ના મોત, ૩૦૦ પોલીસ ઘાયલ : ફ્રાન્સે પાકિસ્તાનમાંથી તેના નાગરીકો અને કંપનીઓને તાત્કાલીક નીકળી જવા આદેશ આપ્યા

પાકિસ્તાનમાંથી ફ્રાન્સના નાગરીકો અને કંપનીઓને તાત્કાલીક પાકિસ્તાન છોડી જવા ફ્રાન્સ સરકારે સલાહ આપી છે. ગયા વર્ષે ફ્રાન્સના ઍક મેગેઝીનમાં પૈગમ્બર મોહમ્મદ સાહેબના ઍક કાર્ટૂનને લઈને પાકિસ્તાનમાં ભારે ધમાલ મચી ગઈ છે. પાકિસ્તાની કટ્ટર ઈસ્લામી પક્ષના ટેકેદારોઍ વિરોધી દેખાવો શરૂ કર્યા પછી ભારે હિંસામાં ૭ના મૃત્યુ થઈ ગયા છે અનેક ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં ઍકતા વધી જતા ફ્રાન્સે પોતાના નાગરીકો અને કંપનીઓને જલ્દી થી જલ્દી પાકિસ્તાનમાંથી કેટલોક સમય માટે નીકળી જવાનું કહ્ના છે અને કહ્ના કે પાકિસ્તાનની સ્થિતિ ફ્રાન્સના હિતો માટે ખતરા સમાન છે.

આ કાર્ટૂનને લઈને ઈમરાન સરકારને ફ્રાન્સથી પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવી લેવા માટે કટ્ટરપંથી ઈસ્લામીક પક્ષ તહરીક - ઍ - લબ્બૈક પાકિસ્તાને ડેડલાઈન આપી હતી, પરંતુ દેખાવો પહેલા જ આ પક્ષના પ્રમુખ શાદ હુસૈન રીઝવીની ધરપકડ સાથે પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ અથડામણો દરમિયાન ૭ના મોત થયા છે. ૩૦૦થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે અને સડકો ઉપર લોકોના ટોળાઓ દેખાઈ રહ્ના છે. સોશ્યલ મીડિયા ઉપર આ અહેવાલો ખૂબ જ ટ્રેન્ડ થઈ રહેલ છે.

(4:57 pm IST)