મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

શું તમે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરવા ઈચ્છો છો ?:કઈ રીતે કરવો સંપર્ક ?વાંચો ફટાફટ

વડાપ્રધાનના સંપર્ક ટૂંકી પ્રક્રિયાથી સીધો સંવાદ કરી શકો :પત્ર વ્યવહાર પણ શક્ય બનશે :ફેસબુક-ટ્વીટર અને ઈમેલ મારફત પણ મળી શકો છો

નવી દિલ્હી:વડાપ્રધાન દેશ અને વિદેશમાં પણ ખાસ્સા લોકપ્રિય છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોઇ સેલિબ્રિટીથી ઓછા નથી.એક સેલિબ્રિટીની જેમ જ લોકોમાં તેઓ ખુબ લોકપ્રિય છે અને લોકો તેમને ફૉલો કરે છે. લાખોની સંખ્યામાં લોકો કોઈને કોઈ કારણોથી તેમને મળવા માંગે છે જેમાં કેટલાક ફરિયાદ કરવા, કેટલાક તેમની આલોચના કરવા તો કેટલાક તેમને પસંદ કરતા હોવાથી તેમને મળવા માગતા હોય છે. સામાન્ય રીતે વડાપ્રધાનો જનતા સાથે સીધો સાર્વજનિક સંપર્ક રાખવાનું ટાળે છે, પરંતુ નરેન્દ્રભાઈ આ મામલે એક અપવાદરૂપ છે વડાપ્રધાન મોદી લોકોને પોતાના સુધી અને પોતાની ટીમ સુધી પહોંચવાની પરમિશન આપે છે. જો તમે પણ ઈચ્છો તો પ્રધાનમંત્રી મોદીને સીધો સંપર્ક પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)દ્વારા કરી શકો છો.

  જો તમારે પ્રધાનમંત્રીનો સંપર્ક કરવો હોય તો તેના માટે તમારે http://www.pmindia.gov.in/en/interact-with-honble-pm/પર જઇને પોતાને રજિસ્ટર કરાવવું પડશે. આ એક ટૂંકી પ્રક્રિયા છે જેનાથી તમે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરી શકો છો. આ તેમની ઓફિશ્યલ વેબસાઈટ છે.

Prime Minister’s Office, South Block, Raisina Hill, New Delhi-110011 આ સરનામે પત્ર  લખશો તો પણ તે પીએમઓને મળી જશે. માનનીય વડાપ્રધાનશ્રી 7 રેસકોર્સ રોડ નવી દિલ્હી (સરનામું ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં લખવું)

  પીએમઓ અથવા વડાપ્રધાનને ટવીટ કરો તમે ટવીટર મારફત પણ વડાપ્રધાન કાર્યાલય કે પછી વડાપ્રધાન સાથે સંપર્ક કરી શકો છો. બંને માટે ટવીટર હેન્ડલ છે- @PMOIndia અથવા @Narendramodi

  તમે વડાપ્રધાનના ફેસબૂક પેજ પર પણ સંપર્ક કરી શકો છો. તેમનું ફેસબૂક પેજ છે- https://www.facebook.com/narendramodi.

વડાપ્રધાનનું ઈ-મેઇલ આઇડી- narendramodi1234@gmail.com, પીએમઓનું ઈ-મેઇલ આઇડી- connect@mygov.nic.in, વડાપ્રધાનના ઓફિસનું ઈ-મેઇલ આઇડી- indiaportal@gov.in પર મેઈલ કરીને તમારી ફરિયાદ અથવા ફોન કરીને પણ સંપર્ક કરી શકાય છે.

  જો તમે PM મોદીનો સંપર્ક કરવા માટે પારંપરિક રીત અપનાવવા ઇચ્છો છો તો તેમના ઘર અથવા તો ઑફિસ પર ફોન, ફેક્સ કરીને તમારી ફરિયાદ દાખલ કરી શકો છો.

PMO: 011-23012312

PMO Fax: 011-23016857

PM Modi’s contact numbers: 011-23015603, 11-23018939, 011-23018668

PMO helpline: +91-1800-110-031

(8:49 pm IST)